Abtak Media Google News

‘ભારતના કલામ, કલામનું ભારત’

 ‘ઠોઠ વિદ્યાર્થી પણ ભારતનું ભવિષ્ય બદલી શકે’ એ.પી.જે. ડો. અબ્દુલ કલામ

મિસાઈલ મેન અને ભારતના રાષ્ટ્રપતી રહેલા અબ્દુલ કલામ તેમની સાદગીના લીધે જાણીતા હતા આજના રાજનેતાઓ તેમના જીવનમાંથી પ્રેરણા લે તો ભારતની પરિસ્થિતિ સુધરી શકે એમ છે. કલામને ભારત રત્ન, પદ્મશ્રી અને બીજા ઘણા બધા એવોર્ડ મળ્યા છે. પણ કલામ સાહેબે કારેય સાદગી મૂકી નહી આટલી ટોચ પર પહોચેલા વ્યકિત આટલી સરળ કેમ રહી શકે છે. તેમનું જીવન જ આજના યુવાનો માટે પ્રેરણાદાઈ છે.

આજે ભારતના યુવાનોએ કલામ સાહેબમાંથી પ્રેરણા લેવી જોઈએ. એક ગરીબ ઘરમાં ૧૯૩૧માં જન્મેલા કલામ સાહેબ બાળપણથી જ મહેનતુ હતા બાળપણમાં તેઓ છાપા વેચતા અને મહેનત કરી પોતાનું ભણતર પૂરૂ કર્યું તેઓએ સંઘર્ષમય જીવન જીવી તેઓ આખા વર્લ્ડમાં ભારતનું નામ આગળ વધાર્યું એટલે જ તેઓ કહેતા ‘સપનું જોવું જો વો કે જે નિંદર ન આવા દે’ આજના જે યુવાનો આત્મહત્યા કરે છે.તેઓએ ખરેખર કલામ સાહેબને વાચવા જોઈએ જે પ્રમાણે એવું માને છે કે પૈસાદાર વ્યકતીજ સાયન્સમાં ભણી શકે છે. તેવા યુવાનોને કલામ સાહેબમાંથી પ્રેરણા લેવી જોઈએ કલામ સાહેબ કહેતા કે ઠોઠ વિદ્યાર્થી પણ ભારતનું ભવિષ્ય બદલી શકે છે.

કલામ સાહેબના કણકણમાં ભારત પ્રેમ વસેલો હતો. તેઓએ દેશને એક નવી દિશા અને દેશને શકિતશાળી બનાવાનું કાર્ય કર્યું હતુ.  કલામ સાહેબે મિસાઈલ ઉપરાંત પોખરણ અણુ બોમ્બ લોન્ચીત કરી આખા વિશ્ર્વને ભારતની ઓળખ બતાવી હતી.

ખાસ વાત એ છેકે જયારે કલામ સાહેબ આત્મવિલીન થયા ત્યારે તેમની પાસે એવોર્ડ સિવાય કઈ નહોતુ તેઓએ કયારે પૈસાને મહત્વ આપ્યું જ નહોતુ તેમના રૂમમાંથી માત્ર બે જોડી કપડા જ મળ્યા હતા. આવા કલામ સાહેબને સલામ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.