Abtak Media Google News

ગોંડલની પલક રવેશીયા બ્યુટી વીથ બ્રેઈન, મિસિસ ટેલેન્ટેડ, મિસિસ ઈન્ટેલેકચ્યુઅલ, મિસિસ એશિયા પેસીફીક સહિતના ખિતાબ મેળવી ચૂકી છે

કહેવાય છે કે, ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ તેવું જ કંઈક પલક રવેશીયાએ સાબીત કરી બતાવ્યું છે. બ્યુટી વીથ બ્રેઈન સાથે સામાજીક કાર્યો સાથે જોડાયેલ પલક રવેશીયા તાજેતરમાં જ મુંબઈના લોખંડવાલા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મીસીસ પોપ્યુલર ક્વીન્સ ઓફ યુનિવર્સની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વિશ્ર્વકક્ષાની બ્યુટી પીઝન્ટમાં કર્યું છે.

૨૦૧૭માં મુંબઈ ખાતે યોજાયેલ નેશનલ બ્યુટી કોન્સેટમાં ૨૭ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. જેમાં મીસીસ ઈલાવા ઈન્ડિયા સેક્ધડ રનર્સ અપનો ખિતાબ પલકે હાંસીલ કર્યો હતો અને મીસીસ ઈન્ટેલેક્ચ્યુઅલ બ્યુટી વીથ બ્રેનનું સબટાઈટલ જીત્યું હતું. પલક ગાદોયા મુળ તો મુંબઈ ખાતે નોકરી કરે છે. પરંતુ આમ છતાં તે પોતાના બ્યુટી પેશનની સાથે સાથે સામાજીક કાર્ય તરીકે એનજીઓ પણ ચલાવે છે.Img 20190403 Wa0004

જેમાં તેમણે અડોપ્ટ કરેલા બાળકોને પુરતી સુવિધા, શારીરિક તેમજ માનસીક વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ કરે છે. એટલું જ નહીં ૨૦૧૮માં સીંગાપુર ખાતે યોજાયેલ એશિયા પેશીફીક કોન્ટેશ્ટમાં વિશ્વરની ૨૨ પ્રતિસ્પર્ધીઓને મ્હાત આપી તેણે ચાર એવોર્ડ પોતાના નામે કર્યા હતા. જેમાં તેમણે મીસીસ એશિયા પેસીફીક ૨૦૧૮, મીસીસ ટેલેન્ટ ૨૦૧૮, મીસીસ ફ્રેન્ડશીપ ૨૦૧૮, મીસીસ ઈન્ટેલેકચ્યુઅલ ૨૦૧૮નો ખિતાબ હાંસલ કર્યો હતો.

ત્યારે તાજેતરમાં જ મીસીસ પોપ્યુલર કવીન ઓફ યુનિવર્સમાં વિશ્વ ફલક ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પલકને ભાજપના ધારાસભ્ય ડો.ભારતી લાવેકરજીએ તાજપોશી કરી હતી. આ સ્પર્ધામાં રાજકોટના ફેશન ડિઝાઈનર પ્રિયંકા ડામોરે પલક રવેશીયાનું સ્ટાઈલીંગ કર્યું હતું. આ ઉપરાંત પલક રવેશીયાને અન્ય બે એવોર્ડોથી સન્માનીત કરવામાં આવ્યા હતા જેમાં મહાનગર ગ્લોબલ અચીવસ એવોર્ડ અને મોટીવેશનલ સ્પીકર એટ ધ કલબ અંધેરીનો એવોર્ડ એડબલ્યુએના પ્રેસીડેન્ટ દલજીત કૌરના હસ્તે અપાયો હતો.

આ કાર્યક્રમમાં મહાનગરના રણવીર ગેહલોતે પણ વિશેષ હાજરી આપી હતી. મીસીસ યુનિવર્સ પીઝેન્ટ એવોર્ડની સાથે સાથે સરસ્વતીબાઈ દાદા સાહેબ ફાડકે એવોર્ડ બોલીવુડ એવોર્ડ નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પલક રવેશીયાને નાણી શક્તિ સન્માન એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. પલક છેલ્લા આઠ વર્ષથી એનજીઓ સાથે સતત જોડાયેલા છે. તેમની સરાહનીય કામગીરી બદલ તેમને આ એવોર્ડ એનાયત કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.