Abtak Media Google News

અગાઉ પણ આ બંન્નેએ સગીરાની છેડતી કરી’તી: વરસાદના કારણે બાઈક સ્લીપ થતાં બન્ને આરોપીના ચંગુલમાં સગીરા નાશી છૂટી: કુબલીયાપરા અને ચુનારાવાડના બે શખ્સો સામે નોંધાતો દુષ્કર્મનો ગુનો

કુબલીયાપરા અને ચુનારાવાડમાં રહેતા બે શખ્સોએ ધોળે દિવસે સેટેલાઈટ ચોકમાંથી મકાન જોવાના બહાને સગીરાને ટુ વ્હીલરમાં બેસાડી યાર્ડ નજીક આવેલા શ્રીરામ સોસાયટીના મકાનમાં લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે. સગીરાને બેસાડી પરત આવતા હતા ત્યારે વરસાદના કારણે ટુ-વ્હીલ સ્લીપ થતાં સગીરા બન્ને આરોપીના સકંજામાંથી છટકીને નાસી ગઈ હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.  બનાવ અંગે પોલીસે ભોગ બનનાર ૧૫ વર્ષીય સગીરાની ફરિયાદ પરથી ચુનારાવાડ-૭માં રહેતા દેવીપૂજક રાહુલ રાજેશ પરમાર તથા કુબલીયાપરાના દેવીપૂજક વીકી રાજુ સોલંકી સામે દુષ્કર્મ, અપહરણ, મારામારી અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો છે.

સેટેલાઈટ ચોક નજીક સગાના ઘરેથી સગીરા સાંજે સાડા ચાર વાગ્યે ઘરેથી પેટમાં દુ:ખાવો ઉપડતા સોડા લેવા જવાનું કહી ગાયબ થઈ ગઈ હતી. લાંબો સમય સુધી પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. એ પછી ચાર કલાક વિત્યા બાદ સગીરા ગભરાયેલ હાલતમાં પોતાના ઘરે પહોંચી હતી અને પોતાના મોઢે ડુંમો દઈ બાવડુ પકડી બે શખ્સોએ વારા ફરતી દુષ્કર્મ આચર્યાની પરિવારજનોને જાણ કરી હતી. બી-ડીવીઝન પોલીસે સગીરાની આપવીતી જાણી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાને ફોન કરીને આરોપીએ મકાન જોવા જવાના બહાને બાઈકમાં બેસાડી લઈ જઈ બન્ને શખ્સોએ બળજબરીથી ઢીકાપાટુનો માર માર્યો હતો અને વારા ફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરા રોવા લાગતા બન્ને શખ્સોએ ટુ-વ્હીલમાં બેસાડી સેટેલાઈટ ચોકમાં મુકવા જતા હતા તે પૂર્વે બાઈક સ્લીપ થતાં ત્રણેય લોકો ફંગોળાઈ રસ્તા પર પડ્યા હતા. હાલ બનાવ અંગે મહિલા પોલીસ મથકના એસ.આર.પટેલ, પી.એસ.આઈ. લાઠીયા અને દયાબેન સહિતે સગીરાની પુછપરછ કરી બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે. અગાઉ પણ સગીરાની છેડતી થઈ’તી ત્યારે બન્ને આરોપી સામે ઘરમેળે સમાધાન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.