Abtak Media Google News

પાટીદાર યુવાનોને હાથો બનાવી આખા સમાજને છેતરવાનો કાળો કારસો કોંગ્રેસે રચ્યો છે: નાયબ મુખ્યમંત્રી

ભાજપા મીડિયા સેન્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતુ કે, પાટીદાર સમાજને છેતરીને ગુજરાતની ચૂંટણીની વેતરણી પાર પાડવા માંગતી કોંગ્રેસની બે મોઢાની વાતોનો જનતા સમક્ષ પર્દાફાશ કરવો છે. કોંગ્રેસ અને પાસ વચ્ચે જે કતિ સમજૂતી ઇ તે મુજબ ૫૦ ટકા કરતાં વધુ અનામત આપવાની કોંગ્રેસે બાંહેધરી આપી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ચાલી રહેલ પાટીદાર આંદોલન સંદર્ભે કોંગ્રેસ તા તેના નેતા અને સુપ્રિમ કોર્ટના વકીલ  કપિલ સિબ્બલે પાટીદારોને અનામત આપવા અંગે જે લોલીપોપ આપી છે તે તદ્દન વાહિયાત અને ગેરબંધારણીય છે. આજ કપિલ સિબ્બલ એ સુપ્રિમકોર્ટના બંધારણીય બેંચોના ચુકાદાનો આધાર ટાંકી તેમના કેસની દલીલોના સંદર્ભે ૯ જજોની બેંચે ઇંદ્રા સાહનીનાં કેસમાં અને કોંસ્ટીટ્યુશનલ બેંચે બાલાજીના કેસમાં ૧૯૬૩ માં આપેલ સુપ્રિમ કોર્ટ્નો ચુકાદો ટાંક્યો હતો. સિબ્બલે પોસ્ટ ગ્રેજયુએટ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ચંદીગઢ વિરૂદ્ધ ફેકલ્ટી ઓફ એસોસીએશનના કેસમાં નામ.સુપ્રિમ કોર્ટમાં પાંચ જજની કોન્સ્ટીટયુશનલ બેન્ચમાં પ૦ ટકાી વધારે અનામત હોઈ શકે નહિ તેી દલીલો કરી હતી. તો અત્યારે કયા મોઢે ગુજરાતમાં પાટીદારોને અનામત આપવાની વાતો કરી પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે?

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇએ ઉમેર્યુ હતું કે ચંદીગઢની આ સંસના કેસમાં કપિલ સિબ્બલે તેમની દલીલના સર્મનમાં નામ.સુપ્રિમ કોર્ટના ૧૯૯રના ઇન્દ્રા સહાનીના કેસફને ટાંક્યો હતો અને તેમાં પ્રસપિત કરેલ સિદ્ધાંતોને તેમના પોતાના કેસના સર્મનમાં રજૂ કર્યો હતો. સિબ્બલે અનામતના વિષય ઉપર નામ.સુપ્રિમ કોર્ટના ઇન્દ્રા સહાનીના ૯ જજની બેન્ચનો ચૂકાદો તેમજ નામ.સુપ્રિમ કોર્ટની કોન્સ્ટીટયુશનલ બેન્ચે એમ.આર. બાલાજીના કેસમાં ૧૯૬૩માં જે સિદ્ધાંત પ્રસપિત કરેલ હતો. તે સિદ્ધાંત તેમણે પોતાના કેસના સર્મનમાં રજૂ કરી, તે ચૂકાદો ટાંકીને એવું જણાવેલ હતું કે, ઉપરોક્ત ચુકાદામાં સુપ્રિમ કોર્ટે એવો સિધાંત પ્રસપિત કર્યો છે કે અનામતનું ધોરણ ૫૦%  વધવું જોઇયે નહિ. એટલે કે  અનામત પ૦ ટકાી ઓછી હોવી જોઇએ અને પ૦ ટકાી વધુ અનામતઆપી શકાય નહી તેવા સુપ્રિમ કોર્ટના ચૂકાદા યોગ્ય છે.

નિર્દોષ ભોળા પાટીદાર યુવાનોને હાો બનાવી આખા સમાજને છેતરવાનો કાળો કારસો કોંગ્રેસે રચ્યો છે પરંતુ પાટીદાર સમાજ શાણો અને સમજુ છે. તે કોંગ્રેસના આવા જુઠ્ઠાણાઓને સારી રીતે ઓળખે છે. વચન આપી ફરી જવું, ગમે તેવા જુઠ્ઠાણાઓ ફેલાવવા તે કોંગ્રેસની બહુ જુની આદત છે. કોંગ્રેસના નેતાઓમાં જુઠ્ઠાણાંઓ ફેલાવવા બાબતની હરિફાઇ જામી છે. આખી ચૂંટણીમાં સૌી વધુ જુઠ્ઠાણાં ફેલાવનારા કોંગ્રેસી નેતાઓને સોનિયા ગાંધીના હસ્તે એવોર્ડ આપવામાં આવશે. અમે કોંગ્રેસના બધા જુઠ્ઠાણાઓને પ્રજા સમક્ષ ખુલ્લા પાડીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.