મિરાણીના ‘જમ્બો’ મંડળને અગ્રણીઓએ વધાવ્યું

રાજકોટ શહેર ભાજપનું નવું સંગઠન માળખું ગત ટર્મની જેમ આગામી સમયમાં પણ સફળતાના શિખરો સર કરે તેવી ઠેર ઠેરથી શુભકામના

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી દ્વારા જાહેર  કરાયેલા  શહેર ભાજપના સંગઠનના હોદ્દેદરોને  રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ શુભેચ્છા પાઠવી છે.  આજે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી દ્વારા  શહેર ભાજપના સંગઠનના ઉપપ્રમુખો, મહામંત્રીઓ, મંત્રીઓ, કોષાધ્યક્ષ તથા કાર્યાલય મંત્રીની નિયુક્તિ કરવામાં આવી છે. આ નિમણુંકને રાજકોટ મહાનગરપાલિકાના મેયર  બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર એ ખુબ ખુબ શુભેચ્છા પાઠવી છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના નેતૃત્વમાં ગત ટર્મમાં પણ ખુબજ સફળતા મેળવેલ તે જ રીતે આગામી સમયમાં પણ સફળતાના અનેક શિખરો સર કરે તેવી શુભેચ્છા પાઠવી છે.

આ તકે ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપની નવનિયુકત ટીમને આ તકે ઉ૫સ્થિત અગ્રણીઓ, કાર્યકર્તાઓએ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રફુલભાઇ કાથરોટીયા, કેતન પટેલ, પ્રદીપ ડવ, મહેશ રાઠોડ, કંચનબેન સિઘ્ધપુરા, પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયા, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, મંત્રી વિક્રમ પુજારા, દિવ્યરાજસિંહ ગોહીલ, રઘુભાઇ ધોળકીયા, માધવ દવે, ડો. દર્શીતાબેન શાહ, રસીલાબેન સાકરીયા, જયોત્સનાબેન હળવદીયા, ડો. ઉન્નતીબેન ચાવડા, શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી સહીતના નવનિયુકત હોદાદારોને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કાયાલય પરિવારના પ્રવીણભાઇ ડોડીયા, રમેશભાઇ જોટાંગીયા, નીતીન ખોરાણી સહીતના એ જહેમત ઉઠાવી હતી.

અમારી ટીમમાં યુવાનો, મહિલાઓ, વડિલોને પ્રાધાન્ય અપાયું: કમલેશ મિરાણી

અબતક સાથેની વાતચીત દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ જણાવ્યુ: હતું કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ  દર ત્રણ વર્ષે નવી ટીમની જાહેરાત થતી હોય છે. સી.આર. પાટીલ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ ગુજરાતના મહાનગર જીલ્લઇામાં નવી નિમણુંકો અત્યારે ચાલુ છે અમુક શહેર જીલ્લામાં ડિકલેર થઇ ચુકયું છે. ત્યારે આજે રાજકોટ મહાનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, પ્રદેશ અઘ્યક્ષ પાટીલે સંગઠન મહામંત્રી ભિખુભાઇ દલસાણીયા સાથે વિચાર વમર્શ કરી ટીમ જાહેર કરી છે આ ટીમમાં યુવાઓ મહિલાઓને પ્રાધાન્ય આપેલ છે અનુભવી વડીલોને પ્રાધાન્ય આપેલ છે અને પુરો ગુલદસ્તો તૈયાર કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની આગામી દિવસમાં સ્થાનીક સ્વરાજની ચુંટણી આવી રહી છે. તેમાં ૭૨-૭૨ કમળ ભારતીય જનતા પાર્ટીના ખિલશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો છે.  યુવા મોરચામાંથી સૌથી વધુ કાર્યકર્તાઓ આવતા હોય ર૦૦૦ થી સાલમાં હું પણ યુવા મોરચાનો પ્રમુખ હતો. ત્યારબાદ શહેર ભાજપનો મંત્રી હતો, કાર્યકર્તા ઘડાતો જતો હોય છે. સમયાંતરે નવી નવી જવાબદારી અપાતી હોય છે ત્યારે યુવા ભાજપના પ્રમુખ તરીકે પ્રદીપભાઇ ડવએ ખુબ જ સારી કામગીરી કરી હતી. ત્યારે તેનો પાર્ટીને પુરો લાભ મળે અને નવો યુવાન નવી તક આપે નવું નેતૃત્વ ઉભું થાય તે દિશામાં પ્રયત્ન રહે છે આગામી દિવસોમાં મોરચાના પ્રમુખો પણ જાહેર થશે.

હું નવી જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવીશ: પ્રદિપ ડવ

અબતક સાથેની વાતચીત દરમિયાન નવનિયુકત શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રદિપભાઇ ડવએ જણાવ્યું હતું કે આજે રાજકોટ ભારતીય જનતા પાર્ટીની નવી ટીમની જાહેરાત કરવામાં આવી તેમાં સૌથી નાનામાં નાની ઉમરના ઉપપ્રમુખ તરીકે મારી નિમણુંક થઇ છે તે બદલ રાજકોટ શહેર ભાજપનો આભાર માનું છું. ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી સહિતનાનો આભાર વ્યકત કરું છું. હું છેલ્લા આઠ વર્ષથી યુવા મોરચામાં હતો બે ટર્મ પ્રમુખ તરીકે વરણી થઇ હતી.  મોરચાના તમામ કાર્યકર્તાઓ સાથે મને જે કામ કરવાની તક મળી તે બદલ યુવા મોરચાના સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યકત કરું છું. નવી જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવીશું.

Loading...