Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આજે પોતાના માદરે વતન હણોલ ગામે સામુહિક વૃક્ષારોપણ કરી અને લોકોને વધુને વધુ વૃક્ષો વાવવા માટે આહવાહન કર્યું હતું, તેમને આજે વૃક્ષારોપણ સાથે સાથે ગામના લોકોને વૃક્ષના છોડ આપી તેનું જતન કરવા અપીલ કરી હતી.

પાલીતાણા ના હણોલ ગામના વતની અને હાલમાં જ કેન્દ્રીય મંત્રી તરીકેના સપથ લેનાર મનસુખ માંડવીયાએ પોતાના ગામમાં સામુહિક વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો, આ વૃક્ષારોપણ કાર્યક્રમ માં ગામ લોકોએ સામુહિક રીતે સ્વયંભૂ પર્યાવરણ પ્રેમ દાખવી વૃક્ષારોપણમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, આટલું જ નહિ પરંતુ આ કાર્યક્રમ માં ભાગ લેવા અને વતનનું ઋણ અદા કરવા માટે સુરતના પ્રકૃતિપ્રેમીઓ અને આ જ ગામના મૂળ વતની એવા ૧૦૦ કરતા વધુ લોકો આ વૃક્ષારોપણ કાર્યક્રમ માં સુરતથી ખાસ ખાસ ઉપસ્થિત રહી અને વૃક્ષો જ્યાં સુધી મોટા વતવૃક્ષ ના થાય ત્યાં સુધી તેના જતન ની તમામ પ્રકરની જવાબદારી લીધી હતી અને આર્થિક અનુદાન પણ કર્યું હતું. આજના આ કાર્યક્રમ માં મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં ગામ લોકો દ્વારા એક દિવસ માં ૨૧૦૦ વૃક્ષો રોપાયા હતા. ગામ લોકો ને ઘર આંગણે વૃક્ષો રોપવા મંત્રીશ્રી ડૉ. મનસુખભાઇ ના હસ્તે વૃક્ષ વિતરણ પણ કરાયું હતું.

આ તકે પ્રાસંગિક પ્રવચન આપતા મંત્રીશ્રી ડૉ. માંડવીયાએ જણાવ્યું હતું કે ધર્મશાત્રમાં વૃક્ષો નો મહિમા વણાયેલો છે. ઋષિ મુનિઓ એ વૃક્ષોનો મહિમા સમજાવતા કહ્યું છે કે વૃક્ષ માં રણછોડ છે. સરકાર અને સમાજ સાથે મળી પ્રવર્તમાન માં પર્યાવરણ સુધારણા માટે વૃક્ષો વાવવા જરૂર છે. તેમાં દરેક લોકો સહભાગી થાય તે આવશ્યક છે. પ્રકૃતિ તરફ પાછા વળવાનો સમય પાકી ગયો છે. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. તેમ કહ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય જીવન હરીયાળી લાવે છે તેથી રૂડું લાગે છે. માટે ગામ ને વધુ રળિયામણું બનાવુ તે આપણી ફરજ છે. તેમાં સામૂહિક પ્રયાસ થઇ રહ્યો છે. તે અભિનંદનને પાત્ર છે  તેમ મંત્રીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.