Abtak Media Google News

૨૩.૯૮ કરોડના ખર્ચે ફોફળ-૧ અને ૨ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત સાથે અન્ય વિકાસ કામોનું લોકાર્પણ કરાયું

યુવા મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે જામકંડોરણા તાલુકામાં રૂપિયા ૨૩ કરોડ ૯૮ લાખના ખર્ચે ફોફળ-૧ અને ૨ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત તથા જેતપુર તાલુકામાં રૂપિયા ૭ કરોડ ૯૪ લાખના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મતવિસ્તારના સરપંચો, આગેવાનો અને પદાધિકારીઓની રજૂઆતોને ધ્યાને લઇ ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તાઓના સુદ્રઢીકરણ માટે જાગૃત ધારાસભ્ય જયેશ રાદડિયાનીએ અભૂતપુર્વ કામગીરી કરી છે.

જામકંડોરણા તાલુકાના દુધીવદર ખાતે ફોફળ-૧ અને ૨ જુથ પાણી પુરવઠા યોજનાની હયાત નેટવર્કની ક્ષમતા વધારી ૧૦ એમ.એલ.ડી. સુધી કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેનાથી ૨૫ ગામોને સીધો લાભ મળશે. આ યોજનામાં રૂપિયા ૨૩ કરોડ ૯૮ લાખનો ખર્ચ થશે. અને આ યોજના ૧૮ માસમાં પૂર્ણ કરવામાં આવશે તેમ યુવા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું.

યુવા મંત્રી જયેશભાઇ રાદડિયા દ્વારા પ્રજાની સુખાકારી માટે સતત કાર્યરત રહી કરાયેલ અથાક પ્રયત્નોના પરિણામે રાજય સરકાર દ્વારા જેતપુર તાલુકામાં રૂા.૭ કરોડ ૯૪ લાખના વિકાસલક્ષી કામોનું પણ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

વધુમાં જેતપુર તાલુકામાં દેવકીગાલોળ ગામે ગ્રામપંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જે રાજકોટ જિલ્લામાં નરેગા ક્ધવર્ઝનથી બનેલ પ્રથમ ગ્રામ પંચાયત ભવન થશે. જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ્ય કક્ષાએ મકાન વિહોણા લોકો માટે ૧૦૦ ચો.વારના પ્લોટની સનદનોનું પણ યુવા મંત્રી જયેશ રાદડિયા દ્વારા વિતરણ કરવામાં આવ્યું.

પ્રજાભિમુખ વહીવટના કારણે લોકસુખાકારીના આવા અનેક કામો હાથ ધરાતા પ્રજાની લોક સુખાકારીમાં વધારો થશે. એમ જયેશ રાદડિયાના દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.