Abtak Media Google News

ગુજરાત રાજયમાં થોડા સમયમાં જ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે છેલ્લા ૨૨ વર્ષથી રાજયમાં ભાજપની સરકાર છે. પરંતુ આ વખતે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી ભાજપ પક્ષ માટે ખૂબજ કપરીબ ની રહે તેવું લાગે છે. જેનુ કારણ રાજયમાં પ્રવર્તી રહેલા એકબાદ એક દરેક સમાજના આંદોલનો જયારે ભાજપ સરકારને ફરીથી સરકાર બનાવવા માયે મોટો ફટકો પાટીદારસ માજ આપે તેવુ લાગી રહ્યું છે.

ગુજરાત રાજયના ગ્રામીણ વિકાસ મંત્રી અને ધ્રાંગધ્રા, હળવદ વિધાનસભાના ચાલુ ધારાસભ્ય જેન્તીભાઈ કવાડીયાએ પણ પોતે ચૂંટણી નહિ લડવાનું જાહેર કરતા વિરોધ પક્ષ બળમાં આવ્યો છે. ત્યારે ધારાસભ્ય જેન્તીભાઈ કવાડીયાની વાત કરીએ તો પાચ વર્ષ પૂર્વે ધારાસભ્ય બનેલા જેન્તીભાઈ કવાડીયા તરફે ધ્રાંગધ્રા પંથકના મતદારો ખૂબજ ખફા છે. કારણ કે જેન્તીભાઈ કવાડીયા પાંચ વર્ષમાં કયારેય ધ્રાંગધ્રા શહેરમા લોકોની તકલીફો જાણી નથી બીજુ કારણ ભાજપમાં અંદરો અંદરનો જુથવાદ પણ મનાય છે. જેમાં અહીના ક્ષત્રીય આગેવાન અને પૂર્વ ધારાસભ્ય આઈ.કે. જાડેજાનો દબદબો હજુ પણ યથાવત કહી શકાય જોકે તેઓ પણ આજથી દશકા પહેલા ખૂબજ વધુ મતની લીડથી પરાજય બન્યા હતા છતા પણ છેલ્લા એકાદ વર્ષથી ફરી ધ્રાંગધ્રા શહેર તરફે સક્રિય થતા તેઓના ભૂગર્ભમાં ઉતરેલા કાર્યકરો ફરી પાછા બહાર આવતા થયા છે. જેથી આઈ.કે. જાડેજાનુ સંગઠનને કાર્યકરો સામસામે ના વિખવાદમાં જેન્તીભાઈ કવાડીયા વિ‚ધ્ધ્ ગણાવી શકાય જે બાબત કવાડીયા પોતે જાણે છે. જયારે લોક ચર્ચા મુજબ ધ્રાંગધ્રા શહેરમાં ધારાસભ્ય જેન્તીભાઈ કવાડીયા ભાજપના ધારસાભ્યો હોવા છતા પણ આઈ.કે. જાડેજાના ગ્રુપનાકેટલાક કાર્યકરો તેઓના વિરોધી ગણાય છે. અને કેટલીય વખત જેન્તીભાઈ કવાડીયાની છબી ખરડાય તેવા પ્રયાસો થતા રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.