શાપર-વેરાવળમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા મંત્રી દિલીપ ઠાકોર

૭૧ માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી નિમિતે જુદા જુદા વિકાસ ના કામોનું ખાતમહૂર્ત તેમજ લોકાપર્ણ કાર્યક્રમ આજરોજ કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામે દિલીપકુમાર ઠાકોર માનનીય મંત્રી (શ્રમ અને રોજગાર, ડિઝાઇસ્ટ મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસના ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા પણ હાજર રહિયા હતા તમેજ વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચ  ઉજીબેન રાઠોડ પંચાયત સભ્ય રવિરાજસિંહ જાડેજા (તાલુકા ભાજપ મહામંત્રી) વિપુલભાઈ માલકિયા ઇકબાલભાઇ બુકેરા મનસુખભાઇ ભાગવત અમૃતભાઈ દાફડા જયાબેન ડાંગર મંજુલાબેન વાઘેલા જ્યોત્સનાબેન કોરડીયા વિજયાબેન રાઠોડ બાબુભાઇ કોચરા રાજુભાઈ માટીયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ મહામંત્રી શૈલેષભાઈ વઘાસીયા તથા શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ કિશોરભાઈ ટીલારા તેમજ સભ્યો હાજર રહ્યા હતા.

Loading...