Abtak Media Google News

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા બાદ પર્યાવરણ મંત્રાલય ઈકો સેન્સેટીવ એરીયા મામલે આગળ વધે તેવી શકયતા

કેન્દ્ર સરકારે કેરળથી લઈ ગુજરાત સુધક્ષના ૫૬૮૨૫ કિ.મી.ના પશ્ર્ચિમ ઘાટમાં માઈનીંગ, પાવર પ્લાન્ટ, હાઈ પોલ્યુશન ઉદ્યોગ અને બિલ્ડીંગ-ક્ધટ્રકશન સહિતની એક્ટિવીટીને પ્રતિબંધીત કરવા માટે ચોથો ડ્રાફટ રજૂ કર્યો છે. પશ્ર્ચિમ ઘાટમાં પ્રદૂષણ વધારતા ઉદ્યોગો-પ્રોજેકટો હવે જોખમમાં મુકાયા છે.

અગાઉ તા.૨૭ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ કેન્દ્ર સરકાર ઈકો સેન્સેટીવ એરીયા (ઈએસએ)ની હદ વધારી કેટલીક એક્ટિવીટી પર પ્રતિબંધ મૂકયો હતો. હવે આ ડ્રાફટને પર્યાવરણ મંત્રાલયે ફરીથી ઈસ્યુ કર્યો છે. જે પણ પ્રોજેકટ-ઉદ્યોગને આ મામલે વાંધા હોય તેમને તા.૨ ડિસેમ્બર સુધીમાં અરજી કરવા જણાવાયું છે. અલબત હજુ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)ના ચુકાદા બાદ જ આ મામલે છેલ્લો નિર્ણય લેવાશે. અત્યારે એનજીટીમાં ઈકો સેન્સેટીવ એરીયા મુદ્દે કેસની સુનાવણી ચાલી રહી છે.

અગાઉ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તા.૨૪ ઓગષ્ટના રોજ પર્યાવરણ મંત્રાલયને ગત ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા ડ્રાફટમાં સુધારા-વધારા કરી છેલ્લો નિર્ણય લેવા આદેશ આપ્યો હતો. પરિણામે આગામી ફેબ્રુઆરી સુધીમાં આ ડ્રાફટ મામલે છેલ્લો નિર્ણય કેન્દ્ર સરકાર લેશે. પરિણામે આગામી સમયમાં પ્રદુષણમાં વધારો કરતા ઉદ્યોગો વેસ્ટર્ન ઘાટમાં સ્થાપવા મુશ્કેલ બનશે.

અગાઉ પર્યાવરણ મંત્રાલયના હાઈ લેવલ વર્કિંગ ગ્રુપ (એચએલડબલ્યુજી) દ્વારા ૫૯૯૪૦ સ્કવેર કિ.મી. (વેસ્ટર્ન ઘાટનો અંદાજીત ૩૭ ટકા હિસ્સો) વિસ્તારને ઈકો સેન્સેટીવ એરીયા ગણાવવા ભલામણ કરી હતી. જો કે, કેરેલાની સરકારની ડિમાન્ડ અનુસાર તેમાંથી ૩૧૧૫ સ્કવેર કિ.મી. વિસ્તાર ઘટાડવામાં આવ્યો હતો. અત્યારે કેરળ અને તામિલનાડુ સહિતના કેટલાક રાજયોમાં આ મુદ્દે વિરોધ પણ થયો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તામિલનાડુ અને કેરળ સહિતના ૬ રાજયોમાં વેસ્ટર્ન ઘાટ પથરાયેલો છે. જયાં પ્રદૂષણ વધારતી ગતિવિધિ ઉપર નિયંત્રણ લાવવા માટે ૫૬૮૨૫ સ્કવેર કિ.મી.ના વિસ્તારને ઈકો સેન્સેટીવ એરીયા ગણાવવાની ભલામણ થઈ છે. આ સમગ્ર ઈકો સેન્સેટીવ એરીયામાં કર્ણાટકના ૨૦૬૬૮, મહારાષ્ટ્રના ૧૭૩૪૦, કેરળના ૯૯૯૩, તામિલનાડુના ૬૯૧૪, ગોવાના ૧૪૧૬ અને ગુજરાતના ૪૪૯ સ્કવેર કિ.મી. વિસ્તારનો સમાવેશ થઈ શકે છે.

અગાઉ કેન્દ્ર સરકારે આ મામલે તા.૧૦ માર્ચ ૨૦૧૪ના રોજ સૌપ્રથમ જાહેરનામુ બહાર પાડયું હતું. ત્યારબાદ તા.૪ સપ્ટેમ્બર ૨૦૧૫માં બીજુ, તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૧૭ ત્રીજુ અને તા.૩ ઓકટોમ્બર ૨૦૧૮માં ચોથુ જાહેરનામુ પારીત કર્યું હતું. આ જાહેરનામા અનુસાર ઈકો સેન્સેટીવ એરીયામાં ખનન, થર્મલ પાવર પ્લાન્ટ, બાંધકામ, ટાઉનશીપ, ડેવલોપમેન્ટ પ્રોજેકટ અને વધુ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને પ્રતિબંધીત કરવામાં આવ્યા છે.

અગાઉ કેન્દ્ર સરકારના જાહેરનામાનો કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુના વિરોધના કારણે અમલ થઈ શકયો નહોતો. આ ત્રણેય રાજયો પર્યાવરણ મંત્રાલયના હાઈ લેવલ વર્કિંગ ગ્રુપ દ્વારા કરાયેલી ૫૯૯૪૦ સ્કવેર કિ.મી.ના ઈકો સેન્સેટીવ એરીયાની ભલામણનો વિરોધ કરી રહ્યાં હતા. કર્ણાટકે તો આ જાહેરનામાને રદ્દ કરવા સુધીની દલીલ કરી હતી. જયારે મહારાષ્ટ્રે ઈકો સેન્સેટીવ એરીયાની હદ ૧૭૩૪૦ ઘટાડી ૧૫૬૧૩ સુધી કરવા ભલામણ કરી હતી. જેનાથી ઈકો સેન્સેટીવ એરીયામાં આવતા ગામડાઓની સંખ્યા ૨૧૩૩ થી ઘટીને ૨૧૨૩ થશે તેવી ધારણા હતી. તામિલનાડુએ પણ ઈએસએની હદ્દ ૨૫૦ સ્કવેર કિ.મી. સુધી ઘટાડવા દરખાસ્ત કરી હતી.

વેસ્ટર્ન ઘાટ વર્તમાન સ્થિતિમાં નોર્થની તાપ્તી નદીથી સાઉથના ક્ધયાકુમારી સુધી ૧૫૦૦ કિ.મી. એરીયામાં થવા પામ્યો છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને તામિલનાડુ સહિતના રાજયોને આવરી લેવાયા છે. હવે પર્યાવરણ મંત્રાલયના નોટીફીકેશનના કારણે કેરળથી લઈ ગુજરાત સહિતના ૬૮૨૫ કિ.મી.ના પશ્ર્ચિમી ઘાટમાં માઈનીંગ, પાવર પ્લાન્ટ, હાઈ પોલ્યુશન ઉદ્યોગો, બિલ્ડીંગ ક્ધટ્રકશન સહિતના પ્રોજેકટો પ્રતિબંધીત રહેશે. પરિણામે મહારાષ્ટ્ર-પુના નજીક લાવાસા સિટી જેવા મહાકાય પ્રોજેકટ પણ ઘોચમાં મુકાય તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.