Abtak Media Google News

સ્થાનિકો દ્વારા અગાઉ ૧૯ વખત રજુઆત: અધિકારીઓ વિટામીન એમ ના ઇન્જેકશનથી ઘેનમાં હોવાનો આક્ષેપ: સત્વરે પગલા લેવા પ્રબળ માગ

જુનાગઢ તેમજ સોરઠ પંથકને રેતી માફીયાઓ ધમરોળી રહ્યા છે મનફાવે તેમ તેમજ ડેમ પર ખનીજ ખનન ચાલી રહ્યું છે. ખાણ ખનીજ વિભાગ સહીતના અધિકારીઓ મુંગા મોઢે બધુ જોઇ રહ્યા છે. સ્થાનીક તંત્રને ખેડુત તેમજ વિવિધ સંગઠનો ઘણા સમયથી રજુઆતો કરી લગભગ ૧૬ જેટલી અરજીઓ અગાઉ આપી થાકયા બાદ ખનીજ માફીયાઓ ઓઝત વિપર ડેમ પર બેફામ બનતા જવાબદાર નાયબ કાર્યપાલક ઇજનેરે છ જેટલા લાગતા વળગતા જવાબદારોને પત્ર પાઠવી ૧૦ દિવસ જેટલા સમયગાળામાં બે વખત જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે વિસ્તૃત અહેવાલ મુજબ જુનાગઢ નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા ઓઝત વિયર ડેમ પર ખનીજ ચોરી થતી હોવાનો પત્ર ર૦ દિવસ જેવા સમય ગાળામાં બે વખત મોકલી ચુકયા છે. જેમાં કાર્યપાલક ઇજનેર સહીત ભુસ્તર શાસ્ત્રી પ્રાંત અધિકારી, મામલતદાર, વંથલી પોલીસ સબ ઇન્સ્પેકટર, વંથલી તેમજ મ્યુનિ. ને બબ્બે વખત વિસ્તૃત જાણકારી આપ્યા બાદ જવાબદારોને આની સાથે કંઇ લેવા દેવા ન હોય તેમ વર્તી રહ્યા છે. આ ઉપરાંત આ પંથકમાં સાંતલપુર, કણજા, વંથલી, કાજલીયાળા, નાવડા આખા આ તરફ તલીયાધાર, રવની, સહીતના અસંખ્ય ગામડાઓને સ્પર્શતા  આ પ્રશ્ર્ન માટે સ્થાનીક લોકોએ અગાઉ ઓગણીસ વખત રજુઆત કરી છે પરંતુ છતાંય ભ્રષ્ટ તંત્ર ના પાપે ખનીજ માફીયાઓ બેફામ બનવા પામ્યા છે.

સોરઠ પંથકના લોકમાતા ઓઝત અને ઉબેણ પર ખનીજ માફીયાઓ રીતસર બેફામ ત્રાટકીયા હોય તેમ દિવસ-રાત ખનીજ ખનન ચાલુ છે. પરીણામે ખેતીની જમીનને પણ પારાવાર નુકશાન વેઠવું પડે છે. ખનીજ માફીયાઓની પહોંચ ગાંધીનગર સુધીની હોય તેમજ જવાબદાર તંત્ર ભ્રષ્ટાચારમાં ગળાડુબ હોય અમુક અમુક પોલીસના અધિકારીઓ પણ આમા ભાગમાં ચાલતા હોય હાલ દલાતરવાની નીતીથી ખનીજ ખનન બે રોકટોક ચાલ રહ્યું છે. તેવું સ્થાનીકોમાં ચર્ચાઇ રહ્યું છે. આ બાબતે સત્વરે કામગીરી થાય તેવી સ્થાનીક લોકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.