Abtak Media Google News

ગંદકીના કારણે વાચકોના આરોગ્યને નુકસાન થવાની ભીતિ: ગાયો અને કુતરા પણ લાયબ્રેરીમાં જોવા મળે છે !!

વેરાવળ નગરપાલિકા સંચાલિત પબ્લિક લાયબ્રેરીમાં સફાઈનો તદન અભાવ છે. ઠેર-ઠેર ગંદકીના કારણે લાઈબ્રેરીમાં આવતા વાંચકોના આરોગયને નુકસાન થવાની ભીતિ છે.

વેરાવળ નગરપાલિકા સંચાલિત પબ્લિક લાયબ્રેરી ની હાલત કફોડી ઠેરઠેર થી ગંદકી નુ સામ્રાજ્ય વાંચવા બેસેલા વિદ્યાર્થી ઓના આરોગ્યને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલિકા તંત્ર ને થોડા સમય પહેલા જ સફાઈ માટે નો વર્લ્ડ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા પણ વેરાવળ પબ્લિક લાઈબ્રેરી માં સફાઈ નામ ની કોઈ વસ્તુ જ નથી સન્માનપત્ર આપવા વાળા એકવાર વેરાવળ નગરપાલિકા સંચાલિત લાઈબ્રેરી માં આવી ને  જુવો તો ખબર પડે કે શુ છે વિકાસ શુ છે સ્વરછતા  સમગ્ર વિશ્વ મા કોરોના ની મહામારી ચાલે અને વેરાવળ ગીર સોમનાથ મા પણ બહુ કેસ છે.

હાલ માજ મેં રૂબરૂ તપાસ કરતા લાયબ્રેરીમાં જાણવા મળ્યું હતું કે, ચારે બાજુ કચરા અને ગંદકી ના ઠગલા ચારે બાજુ છે અને ગાયો અને કુતરાઓ ઓનો વસવાટ છે: તેમજ ખાસ કરીને આપના ભારત દેશ નું આવનાર ભવિષ્ય કોલેજ ના વિદ્યાર્થીઓ અહીં પોતાનું લેસન તેમજ પરીક્ષા ની તૈયારી કરવા આવે છે: જો આ લાયબ્રેરીમાં સફાઈ કરવામાં નહિ આવે તો ત્યાં આવતી પબ્લિક તેમજ ભાવિ વિદ્યાર્થીઓ ભંયકર બીમારી અથવા કોરોના જેવી મહામારી ની શિકાર ન બની જાય તેવી દહેશત છે: પબ્લિક લાયબ્રેરી નો ચેરમેન કોઈ દિવસ મુલાકતજ લીધી નથી હવે તો ગણતરી ના દિવસો છે ચૂંટણી આવા મા તો કંઈક તો સારું કામ જતા જતા કરતા જાવ હોવાનું લાઈબ્રેરીમાં ફરજ બજાવી રહેલ હરીભાઈ ચોરવાડી એ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.