મિંદડાની ‘લોલુપતા’એ ઉંદરડાને ‘બોખલ’માં ભરવાનો વારો આવ્યો

ભારતની કડકાઇથી નેપાળ ઘુંટણીએ પડયું, સીમા વિવાદ વાતચીત ઉકેલવાની તૈયારી દર્શાવી પરંતુ, ભારતે કહ્યું વિશ્વાસની લાગણી ઉભી કરો

ચીનના ખોળે બેસી ગયેલા નેપાળના શાસક સામ્યવાદી પક્ષે સીમા વિવાદ મુદ્દે ભારતને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો નેપાળની કે.પી. ઓલી સરકારે ભારતના કાલાપાની સહિતના વિસ્તારોને પોતાના ગણાવતા નકશો બનાવીને તેને સંસદમાં રજુ કરવા તૈયારી કરી હતી. પરંતુ, ભારતે આ મુદ્દે કડકાઇ દર્શાવતા અને ચીને પોતાની નેપાળને ચાઉ કરી જવાની લોલુપતા દર્શાવતા ઓલી સરકાર ઘુંટણીએ પડી જવા પામી હતી. અને આ મુદ્દે ભારત સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ, ભારતે આ મુદ્દે કડક વલણ દાખવીને નેપાળ પહેલા વિશ્વાસનું વાતાવરણ ઉભુ કરે તેવું વલણ અપનાવ્યું છે.

ભારત સરકારે નેપાળ સાથે વર્ષોથી જે વિસ્તારોની માલિકીના મુદ્દે વિવાદ છે તેને સચિવ કક્ષાની મંત્રણાથી ઉકેલવાની તૈયારી દર્શાવી છે. પરંતુ, ચીનના ખોળુ બેસેલી ઓલી સરકારો આ મુદ્દે ભારત સામે વલણ અપનાવતા અને નેપાળમાં મુખ્ય વિરોધપક્ષ નેપાળ કોંગ્રેસે પણ આ મુદ્દે ઓલી સરકાર સામે વિરોધ દર્શાવતા ઓલી સરકાર ઘુંટણીએ પાડી ગઇ હતી આ મુદ્દે ઓલી સરકારે ભારત સાથે મંત્રણા કરવાની તૈયારી દર્શાવી હતી.

પરંતુ ભારતે આ મુદ્દે હજુ કડક વલણ અપનાવીને નેપાળ પહેલા વિશ્વાસનું વાતાવરણ ઉભું કરે તે બાદ મંત્રણા કરવાનું સ્પષ્ટ જણાવી દીધું હતું.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્વએ આ અંગે જણાવ્યું હતું કે ભારત જેના પાડોશી દેશો સાથે સારા સંબંધો જાળવી રાખવા માટે ઇચ્છુક છે. પરંતુ ધનિષ્ઠ પાડોશી મિત્ર દેશ હોવા છતાં નેપાળનો સિમા વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન યોગ્ય નથી. આ મુદ્દે પહેલેથી સચિવ કક્ષાની મંત્રણાઓ ચાલી રહી છે હવે, આ મુદ્દે નેપાળ વિશ્વાસ અને સચ્ચાઇનું વાતાવરણ ઉભુ કરે તે બાદ આ મંત્રણાઓનો આગળ ધપાવાશે.

Loading...