Abtak Media Google News

ત્રણ એજન્સીઓને બ્લેક લીસ્ટ કરાઈ, સાતને ફટકારાઈ નોટિસ

જૂના વાલ્વને રિપેરીંગ કરી નવા વાલ્વને બારોબાર વેંચી મારી લાખોનો ‚પિયાના કૌભાંડનો પર્દાફાશ તાં રાજકોટ મહાનગરપાલિકા હચમચી ગઈ છે. આજરોજ પાપનો ઘડો ફૂટતા એડિશ્નલ એન્જીનીયર મહેશ પ્રજાપતિ સહિતનાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત વાલ્વ પ્રકરણમાં ત્રણ એજન્સીઓને બ્લેક લીસ્ટ કરાઈ છે અને સાતને નોટિસ ફટકારવાનો નિર્ણય લેવાયો છે.

આ કૌભાંડમાં સામેલ અધિકારીઓ અને એજન્સીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવશે. હાલ મહાનગરપાલિકાના ચોપડે આ કૌભાંડ માત્ર ૩,૫૧,૦૦૦નું છે. જે કરોડોમાં તબદીલ ઈ જાય તેવી દહેશત છે. કૌભાંડના પગલે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે. કૌભાંડ ૨૦૧૧ ી ચાલતુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે, કૌભાંડ ૨૦૧૩-૧૪માં સપાટી પર આવ્યા બાદ પણ મહાનગરપાલિકાએ જવાબદારો સામે આંખ આડા કાન કર્યા હતા.

વાલ્વ પ્રકરણ મામલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કમિશનર બંછાનિધિ પાની, ભાજપના રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ડે.કમિશ્નર ડી.જે.જાડેજા, દંડક રાજુભાઈ અઘેરા, વોટર વર્કસ શાખાના ચેરમેન દલસુખભાઈ જાગાણી અને મહાનગરપાલિકાના વિજીલન્સ ડીવાયએસપી આર.બી.ઝાલા સહિતના હાજર રહ્યાં હતા.

વાલ્વ પ્રકરણમાં કરશનભાઈ મેરીયા, વિનુભાઈ નારણભાઈ અને મોહનભાઈ ભલ્લાની એજન્સીને બ્લેક લીસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. જયારે નજીભાઈ પમાભાઈ, મહાદેવ ડેવલોપર્સ, જેન્તીભાઈ ભાણાભાઈ, પ્રિયા ક્ધટ્રકશન, ચામુંડા ક્ધટ્રકશન, બજરંગ ક્ધટ્રકશન, દેવ ક્ધટ્રકશન સહિતની એજન્સીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

૨૫ ઈજનેરોને પણ ખુલાસો કરવા માટે નોટિસ ફટકારાઈ છે. ૧૦૦ એમ.એમ.ના ૨૧ વાલ્વ (કિંમત ‚ા.૧,૬૭,૯૬૦) અને ૩૫ એમ.એમ.ના ૧૪ વાલ્વ (કિમત ‚ા.૧,૮૩,૯૬૦)નું કૌભાંડ મહાનગરપાલિકાને વર્ષોી ખોતરી રહ્યું હતું. આ કૌભાંડમાં કરોડો ‚પિયાની ગોલમાલ ઈ હોવાનું પણ માનવામાં આવે છે. હાલ મહાનગરપાલિકાએ વર્ષો બાદ સ્ટોરના એડિશ્નલ એન્જીનીયર મહેશ પ્રજાપતિને સસ્પેન્ડ કરી અન્ય કેટલાકને નોટિસ ફટકારી સંતોષ માન્યો છે.

બીજીવાર કૌભાંડ ન ાય તે માટે સીસીટીવી મુકવા સહિતના પગલા લેવાશે

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવાયું છે કે, હવેી સ્ટોર અને ગેટ પર સીસીટીવી મુકવામાં આવશે. દરેક વાલ્વના ફોટોગ્રાફ મનપાને આપવાના રહેશે. જૂનો વાલ્વ એજન્સીમાં ફરજીયાત જમા કરાવવાનો રહેશે. વાલ્વ સીધો એજન્સીને ઈશ્યુ નહીં ાય. દરેક વાલ્વ મનપાના કર્મચારીને આપવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.