Abtak Media Google News

ખેડૂત સંગઠનોએ બંધને ટેકો જાહેર કર્યો : સમગ્ર દેશમાં ૮ કરોડ વેપારીઓ બંધમાં જોડાયા હોવાનો દાવો

જીએસટીની ખામીઓ દૂર કરવા માટે, તેલની કિંમતમાં ધરખમ વધારો અને ઈવે બિલની વિરુદ્ધમાં આજે દેશભરના વેપારીઓએ ભારત બંધના એલાનની જાહેરાત કરી છે. ભારત બંધ સરકાર પર દબાણ કરવા માટે કરાયું છે. જેમાં લગભગ ૮ કરોડ નાના વેપારીઓ જોડાશે. સાથે જ દેશમાં ૧ કરોડ ટ્રાન્સપોર્ટર અને લધુ ઉદ્યોગ અને મહિલા આંતરપ્રિન્યોરનો પણ સમાવેશ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે સૌરાષ્ટ્રમાં તેની અસર નહિવત હોવાનું સામે આવ્યું છે.

સંયુક્ત કિસાન મોર્ચાએ પરિવહન અને વેપાર સંગઠનોના આહ્વાન પર જાહેર કરાયેલા ભારત બંધને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કરાઈ છે. આ સંગઠને કહ્યું છે કે અમે દેશભરમાં ખેડૂતોને અપીલ કરીએ છીએ કે ૨૬ ફેબ્રુઆરીના દિવસે તમામ પ્રદર્શનકારીઓ સાથે ખભાથી ખભો મિલાવીને સહોયગ કરે અને શાંતિપૂર્ણ રીતે ભારતબંધ સફળ બનાવે.ઓલ ઈન્ડિયા FMCG ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન, ફેડરેશન ઓફ એલ્યુમિનિયમ યુટન્સિલસ મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન, નોર્થ ઈન્ડિયા સ્પાઈસિસ ટ્રેડર્સ એસોસિએશન, ઓલ ઈન્ડિયા વિમેન્સ આંતરપ્રિન્યોર એસોસિએશન, ઓલ ઈન્ડિયા કમ્યુટર ડીલર્સ એસોસિએશન, ઓલ ઈન્ડિયા કોસ્મેટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન જેવા સંગઠનો બંધને સપોર્ટ કરી રહ્યા છે.આ બંધ દરમિયાન ટ્રાન્સપોર્ટની કચેરીઓ પણ સંપૂર્ણ રીતે બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. કોઈ પ્રકારના માલનું બૂકિંગ, ડિલીવરી, સામાન ભરવાનો, સામાન ઉતારવાનો તમામ કામ નહીં કરવાનો બંધમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ફેમે કહ્યું છે કે તેમણે ૨૨ ફેબ્રુઆરીએ ૨૦૦ જિલ્લાના અધિકારીઓના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૠજઝનો નવો કાયદો લખવાનો આગ્રહ કર્યો છે. ૨૩ માર્ચે એકવાર ફરી ૫૦૦ જિલ્લા માટે તેમને વાત કરાવવામાં આવી હતી, પરંતુ ૨૬ ફેબ્રુઆરીએ ભારત બંધને ફેમનું સમર્થન નથી.

ફેમ દુકાન બંધ કે ભારત બંધ જેવી વિચારધારાઓથી દૂર રહ્યું છે. ફેમ માને છે કે ૠજઝની સંરચનામાં બદલાવ જરુરી છે, પરંતુ તે એ પણ કહે છે કે આ મહામારી દરમિયાન જ્યારે અર્થવ્યવસ્થા નાજુક સમયમાં હોય ત્યારે વેપારીઓએ આંદોલન નહીં પરંતુ વાતચીતથી રસ્તો કાઢવો જોઈએ.ખેડૂતોના બિલની સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ ખેડૂતોને અપિલ કરી છે કે તેઓ ટ્રાન્સપોર્ટર્સ અને ટ્રેડ યુનિયનની તરફથી કરવામાં આવી રહેલા ભારત બંધમાં શાંતિપૂર્ણ રીતે જોડાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.