Abtak Media Google News

અન્ડર ટ્રાયલ કેસની લાંબો સમય સુધી સુનાવણી ચાલતી હોવાથી કેદીઓ જેલવાસ ભોગવવો પડે છે : કેટલાક કેદીઓ ચાર્જશીટ થાય ત્યાં સુધી કારાવાસમાં યાતના વેઢી રહ્યા છે

સમાજમાં રહેવા યોગ્ય ન હોય તેઓને જેલ હવાલે કરવાની કાયદામાં રહેલી જોગવાઇ છે. ગુનેગારોને જેલ હવાલે કરી સમાજને સલામત રાખવા માટે આવશ્યક પણ છે. પણ કેટલાક બનાવમાં વિના કારણે કેદીઓને લાંબો સમય જેલ ભોગવવી પડે છે. સમાજમાં રહેવા યોગ્ય છે કે નહી તે અંગે ન્યાય કરવાની જવાબદારી અદાલતના સીરે રહે છે. કોર્ટમાં વધુ સંખ્યામાં રહેલા પેન્ડીગ કેસની સુનાવણીમાં લાંબો સમય લાગતો હોવાથી ન્યાયની મંદગતિના કારણે નિર્દોષ કેદીઓને પણ વિના કારણે જેલમાં સબડતા હોવાનું રાષ્ટ્રીય ગુના નોંધણી પંચના સર્વેમા તારણ રજુ કરવામાં આવ્યું છે.

ભારતની જેલમાં કેદીઓની ક્ષમતાના પ્રમાણમાં વધુ કેદીઓને રાખવામાં આવે છે. તેઓ સામેની સુનાવણી પુરી થાય ત્યારે તેઓ નિર્દોષ ઠરતા હોય છે. પોલીસ દ્વારા ધરપકડ થયા બાદ જેલ હવાલે થતા કેદીઓ સામે પોલીસ દ્વારા ચાર્જશીટ તૈયાર ન થયું હોય તેવા કેદીઓ ૯૦ દિવસ સુધી ન્યાયની પ્રતિક્ષામાં જેલમાં સબડતા હોય છે. ચાર્જશીટ બાદ ગુનાના ગુણદોષ પર અદાલત દ્વારા જામીન મંજુર થતા હોય છે. આવા કેસમાં ન્યાયની પ્રતિક્ષામાં કેદીઓ લાંબો સમય સુધી કારાવાસ ભોગવતા હોવાથી જેલનું ભારણ વધતું હોવાનું તારણ રજુ કરવામાં આવ્યું છે.

પોષકાર વિલડેએ જણાવ્યું હતું કે જેલમાં બે વરસ વિતાવ્યા  પછી વ્યકિતમાં બદલાવ આવે તે જરુરી નથી. અત્યારે ભારતીય જેલોમાં કેદીઓની ક્ષમતાથી વધુ સંખ્યા અને ધટતા સ્ટાફના કારણે જેણે ખુબ જ મોટી સમસ્યામાંથી પસાર થઇ રહી છે. અને ત્રીજા ભાગની જેલો જ કેદીઓને ની ક્ષમતાથી વધુ સંખ્યા અને ધટતા સ્ટાફના કારણે જેલો ખુબ જ મોટી સમસ્યામાંથી પસાર ઇ રહી છે. અને ત્રીજા ભાગની જેલો જ કેદીઓને યોગ્ય રીતે રાખવાની ક્ષમતા ધરાવે છે. જેલોમાં બંધ કેદીઓમાં મોટાભાગના લોકો પોતાનો કેસ ચાલવાની પ્રતિક્ષામાં જ જેલવાસ ભોગવે છે.

બિહાર અને જમ્મુ-કાશ્મીરમાં પરિચિયતિ વધુ ખરાબ છે. કાચા કામના કેદી તરીકે મોટાભાગના કેદીઓ કાનુની સહાય ન મેળવવાને કારણે વિના કારણે મોટાભાગના જીંદગીના દિવસો જેલમાં વિતાવે છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 6

રાષ્ટ્રીય ગુના નોંધણી પંચ એન.સી.આર.બી. એ કરેલા સર્વેમાં ભારતીય કેદીઓની સમસ્યાઓનું ઊંડાણપૂર્વકનુ અભ્યાસ કરી અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. મોટાભાગના કાચા કામ ના કેદીઓ ૧૮ થી ૫૦ વર્ષની વય જુથના હોય છે. કેસની મંદ ગતિના કારણે આવા કેદીઓ  જીંદગીના દિવસો જેલમાં જ વિતાવે છે. ઓછામાં ઓછા ત્રણ મહીના જેટલો સમય વિતાવનારા કેદીઓને કાનુની સહાય મેળવવા માટે જ સમય વિતાવવો પડે છે. ૪૮૭૮ કેદીઓ ૨૦૧૭ ની સ્થિતિએ જેલમા બંધ છે અને હજુ તેઓ ટ્રાયલ કેદી તરીકે રાખવામાં આવ્યા છે. બિહારમાં આ પરિસ્થિતિ સૌથી વધુ ખરાબ છે. બિહારની જેલમાં ૮૪૨૦ થી વધુ કેદીઓ કેસ ચાલવાની રાહમાં કારણમાં ના કેદી તરીકે જેલવાસ ભોગવી રહ્યા છે. આજ રીતે જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં હજુ ૮૦ટકા કેદીઓ કેસ ચાલવાની પ્રતિક્ષા કરી રહ્યા છે.

એન.સી.આર.બી. ના અહેવાલમાં ભારતમાં ગુનાઓની સંખ્યા વધે છે. કેદીઓ રાખવાની વ્યવસ્થા ઊભી કરવાની જરુર છે.  ત્યારે ૨૦૧૬ અને ૨૦૧૭ દરમ્યાન જેલોની ક્ષમતા માત્ર ૪ ટકા જ વધી છે. આ અહેવાલમાં ખાસ એ વાત ઘ્યાને લેવામાં આવી છે કે મહારાષ્ટ્ર એક એવું રાજય છે કે જયાં સો સબ જેલમાંથી ૪૩ ચાલુ છે. બાકીની સતાવન જેલો બંધ પડી છે. દેશમાં મોટાભાગની જેલોમાં ક્ષમતાથી વધુ કેદીઓ ભરવામાં આવ્યા છે. ભારતીય જેલોમાં ગુનાઓના વધતા પ્રમાણ સાથે જેલોનો વિકાસ થતો નથી. સરકારની તમામ જેલોમાં ક્ષમતાથી  વધુ કેદીઓ રાખવામાં આવ્યા છે. અત્યારે જેલોમાં ૧૧૫ ટકા એટલે કે દર ૧૦૦ કેદી વચ્ચે ૧૫ કેદીઓઓ વધુ રાખવામાં આવ્યા છે. ૪.૫ લાખ  કેદીઓમાં ૮૯ ટકા જીલ્લા અને સેન્ટ્રલ  જેલમાં વધુ કેદી રાખવામાં આવી રહ્યા છે. ક્ષમતાથી ૨૯ ટકા  વધુ કેદીઓના આંકડામાં ૨૦૧૫ માં ૩૮૫૧૩૫ માંથી વધીને આ સંખ્યા ૪૫૦૬૯૬ એટલે કે ૧૭ ટકા ના વધારા સાથે ચાલી રહી છે. નકસલ પ્રભાવી છત્તીસગઢમાં ૫૭૨  કેદીઓને વધુ રાખવામાં આવ્યા છે. વળી જેલની વ્યવસ્થા માટે કર્મચારીની ભરતીનો દર ખુબ ઓછો છે. જરુરીયાત સામે અત્યારે ૩૩.૫ ટકા સ્ટાફ છે. ઝારખંડમાં ૨૧ કૈદી દીઠ એક કર્મચારી ઉત્તર પ્રદેશમાં ૧૪ કેદી દીઠ એક સ્ટાફ નાગાલેન્ડમાં પણ સ્ટાફ ની સંખ્યા ઘટે છે. દર  વર્ષે ૧૦૦ વ્યકિતઓ પોલીસ હિરાસતમાં મૃત્યુ પામે છે. આંધ્રપ્રદેશમાં સૌથી વધુ કસ્ટોડિયલ દેથ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં આ સમસ્યામાં બીજા નંબર આવે છે. કેટલાંક કિસ્સાઓ તો જાહેર પણ થતા નથી. મહારાષ્ટ્રમાં ૫૦ ટકા થી વધુ કિસ્સાઓમાં જાહેરાત થઇ નથી. આંધ્રપ્રદેશમાં પણ કેદીઓની ટ્રાયલની પ્રતિક્ષાની આંકડાકિય પરિસ્થિતિ ખુબ જ મોટી છે

ભારતીય જેલોમાં કેદીઓને સજા થવાની હોય તેના કરતા વધુ સમય ગાળો તો કેસ પુરો થાય તેની રાહમાં જ વિતાવવો પડે છે ઘેટા બકરાની જેમ જેલમાં રાખવામાં આવતા કેદીઓને આવી પરિસ્થિતિમાં કાનુની સજાથી બેવડી સજા ભોગવવી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.