Abtak Media Google News
  • મુન્દ્રા નજીક કરોડોના પિસ્તાની લૂંટનો ભેદ ઉકેલાયો: એકની ધરપકડ
  • પિસ્તા ભરેલું ક્ધટેનર અદાણી પોર્ટથી મુંબઇ તરફ જઇ રહ્યું હોવાની બાતમી લુંટારૂઓને કોણે આપી ?  લૂંટ ચલાવાયેલ ક્ધટેનર કેમ છોડી દેવાયું?: કડી અને દરેગામના ગોડાઉનમાંથી ૪૬૪ બોરી પિસ્તા અને કાર મળી રૂ.૧.૪૪ કરોડનો મુદ્દામાલ કબ્જે

 

કચ્છ જિલ્લાના અદાણી પોર્ટ પરથી દેશ વિદેશમાં કિંમતી ચીજ વસ્તુઓની આયાત નિકાસ થાય છે ત્યારે અનેક ક્ધટેનરોમાં સ્મગ્લિન અને ચોરીઓના ખુલાસાઓ થયાં છે ત્યારે વધુ એકવખત પૂર્વ કચ્છ પોલીસને મોટી સફળતા  મળી છે આ પિસ્તા કાંડને લૂંટારુઓએ અંજામ આપીને પોલીસને દોડતી કરી દીધી હતી ત્યારે આ લૂંટ પ્રકરણમાં સંડોવાયેલ સગીરની બાતમી મળતા પોલીસે સગીરની ધરપકડ કરી હતી અને આ પ્રકરણમાં કુલ નવ જેટલા આરોપીઓની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ સગીરે કર્યો હતો અને આ લૂંટનો માલ રિકીરાજસિંહ સોઢા અમદાવાદ તરફ લઈ ગયો હોવાની કબુલાત સગીરે પોલીસને આપી હતી આ બાબતનું પગેરું દબાવીને ટેક્નિકલ સર્વેલન્સથી ટ્રેક કરીને આરોપી રિકીરાજસિંહ લગધિરસિંહ સિંધલ વાળાએ કડી ખાતેના ગોડાઉન અને દહેગામ ખાતેના ગોડાઉનમાંથી પિસ્તા ભરેલ બોરી નંગ ૪૬૩ કિંમત  રૂ.૧,૩૩,૫૭,૫૫૦ અને સીયાજ ગાડી નંબર જી.જે.૧૨.ડીએસ.૨૧૫૦ મળીને કુલ રૂ.૧,૪૪,૩૭,૩૩૬ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓને જડપીલેવા પોલીસે  આગળની કાર્યવાહી હાથધરીછે ત્યારે અદાણી બંદર પરથી મુંબઈ તરફ જઈ રહેલ પિસ્તા ભરેલા ક્ધટેનરને મીઠીરોહર પાસે કેમ છોડી દેવાયું.? અને આ પિસ્તા કાંડના ક્ધટેનરની લૂંટારૂ ગેંગને બાતમી કોણે આપી.? તો કડી અને દહેગામ આ લુંટનો જથ્થો ક્યા વાહનથી પહોંચ્યો તેવા અનેક અણિયારા સવાલો લોકોમાં ઉઠી રહ્યાં છે તો બીજી તરફ ભ્રષ્ટ ખાખીધારી આ પિસ્તા કાંડમાં સંડોવાયેલા હોવાની ચર્ચાઓ સંભળાઈ રહી છે ત્યારે આ બાબતે પૂર્વ કચ્છ એસ.પી.મયુર પાટીલને પત્રકાર પરિષદમાં સવાલ કરાતા તેઓએ કહ્યું હતું કે ઝીણવટભરી તટસ્થ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે અને ગુનામાં સંડોવાયેલા કોઈપણ ગુનેગારને છોડવામાં નહિ આવે. આ કામગીરીમાં અંજાર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ જી.કે.વહુનીયા,એલ.સી.બી ઇન્ચાર્જ પી.આઇ એમ.એસ.રાણા, એલ.સી.બી સ્ટાફ અને એસ.ઓ જી સ્ટાફ જોડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.