Abtak Media Google News

પાસવર્ડ સ્ટોર કર્યાના બહાને ફેસબુકનો ખુલાસો ૨૦૦૦ જેટલા અન્જિનિયર અને ડેવલોપર્સ માટે એકસેસેબલ હતા પાસવર્ડ

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર ગત મહિને જ મોટી સંખ્યામાં પાસવર્ડો લીક થઈ ગયા હોવાની માહિતી ફેસબુકે આપી હતી. ત્યારે અવાર-નવાર આ પ્રકારે લોકોની માહિતી જાહેર થતાં હોવાની ફરિયાદ રહેતી હોય છે. જો કે કેમ્બ્રીજ ડેટા એનાલીસીસના કૌભાંડ બાદ લોકોની ફેસબુક ઉપરથી વિશ્વસનીયતા ઓછી થઈ રહી છે. કારણ કે, ડેટાને લઈ ફેસબુક ઉપર વારંવાર સુરક્ષાને લઈ પ્રશ્નો ઉઠયા છે.

ત્યારે ફરી એક વખત પાસવર્ડ સ્ટોર કરવાના બહાને ગત માસે ફેસબુકે કહ્યું હતું કે, યુઝર્સના પાસવર્ડ ભુલથી લીક થઈ ગયા છે. તેનાથી હજારો ઈન્સ્ટાગ્રામ ઉપભોગતાઓ પર અસર થઈ છે. હવે કંપનીએ કહ્યું કે, હજારો નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સના એકાઉન્ટો અને પાસવર્ડ પર તેની અસર થઈ છે.

કંપનીએ કહ્યું કે, તેમની તપાસમાં સ્ટોર કરાયેલા પાસવર્ડ પ્લેન ટેકસ ફોર્મેટમાં હતા અને આ પાસવર્ડ આશરે ૨૦૦૦ જેટલા એન્જીનીયર અને ડેવલોપર્સ માટે એકસેસેબલ હતા. પાસવર્ડ સ્ટોર કર્યા હોવાને બહાને ફેસબુકે કરોડો ઈન્સ્ટાગ્રામ યુઝર્સના પાસવર્ડને ખુલ્લા મુકી દેતા લોકોએ તેની ટીકા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.