Abtak Media Google News

વડાલી ખેતીવાડી માર્કેટયાર્ડમાં આજે વહેલી સવારે સાગર ટ્રેડર્સ નામની દુકાને તાળા લાગતા ખેડૂતોના લાખો રૂપિયા ફસાયા.વડાલી ખેતીવાડી માર્કેટયાર્ડમાં સાગર ટ્રેડર્સ નામના વેપારી દ્વારા ખેડુતોના ભરાવેલ અનાજના રૂપિયા લઈ ફરાર.

વડાલી ખેતીવાડી માર્કેટયાર્ડમાં થોડા દિવસ અગાઉ ખેડૂતો દ્વારા પોતાના પકવેલા અનાજ લઈ માર્કેટયાર્ડમાં સાગર ટ્રેડર નામ ધરાવતા વેપારી ને અનાજ આપેલ જેનું પેમેન્ટ લઈ વેપારી ફરાર થયો છે.

આ બાબતે આજરોજ ખેડૂતો દ્વારા માલની હરાજી સ્થગિત કરાવી ખેડૂતો દ્વારા વડાલી ખેતીવાડી માર્કેટયાર્ડમાં હલ્લા બોલ કરાયો.વડાલી ખેતીવાડી માર્કેટયાર્ડમાં માર્કેટયાર્ડનો અને ખેડૂતોની બેઠકનો દોર શરૂ કરાયો.વડાલી ખેતીવાડી માર્કેટયાર્ડ દ્વારા સાગર ટ્રેડર્સ ને તાળા મરાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.