Abtak Media Google News

બ્રહ્મપુત્રા નદી ભયજનક સ્તરથી પપ સેમી ઉપર ઘોડાપુરે વહી રહી હોય, પુરની સંભાવનાથી બાંગ્લાદેશ સરકારે પણ કાંઠાળા વિસ્તારોમાં રહેતા લોકોના સ્થાનાંતરનો પ્રારંભ કરાવ્યો

પૂર્વોતર રાજયોમાં ભારે વરસાદ પડવાથી બ્રહ્મપુત્રા નદીમાં પુર આવ્યા છે. બ્રહ્મપુત્રા નદીમાં આવેલા પુરને કારણે આસામતા ર૧ જિલ્લાના ૧૨૮૯ ગામોને તેની અસર થઇ છે. બ્રહ્મપુત્રા નદીમાં આવેલા નવા પાણીથી પુરની સ્થિતિ સર્જાતા આસામના ૧ર૮૯ ગામોના ૪.૬૩ લાખ લોકો પ્રભાવિત થયા છે અને લાખો લોકોએ સ્થળાંતર કર્યુ છે.

ચાલુ વર્ષે દેશભરમાં ૧ર દિવસ પહેલા ચોમાસાનું વિધિવત આગમન થઇ ચુકયું છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજયોમાં મેઘરાજા ભારે કૃપા વરસાદી રહ્યા છે. બાંગ્લાદેશ સાથે જોડતા રાજયો મેઘાલય આજે આસામમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો હોય આ વરસાદી પાણી વિવિધ નદીઓ દ્વારા બ્રહ્મપુત્રા નદીમાં પહોચ્યું છે જેના કારણે બ્રહ્મપુત્રા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ ઉભી થવા પામી છે. આ ઘોડાપુરથી બ્રહ્મપુત્રા નદી તેના ભયજનક સ્તરથી પપ સે.મી. ઉપર વહી રહી છે. જેના કારણે બ્રહ્મપુત્રા નદીએ બાંગ્લાદેશના ઉત્તર-પશ્ર્ચિમ અને દક્ષિણ-પૂર્વ વિસ્તારોમાં પુરની ભયજનક સ્થિતિ ઉભી કરી દીધી છે.

બાંગ્લાદેશ હવામાન વિભાગ દ્વારા દેશના બ્રહ્મપુત્રા નદીના વિસ્તારોમાં પુરની ભયજનક સ્થિતિ જાહેર કરી દીધી છે. ભારતના સીમાવર્તિ વિસ્તારોમાં સતત ભારે વરસાદ અને નદીઓમાં વહી રહેલા ઘોડાપુરને લઇને પરિસ્થિતિ વધુ વકરે અને ખેતીની જમીનોમાં વ્યાપક પ્રમાણમાં ઘોવાણનો ભય ઉભો થયો છે. ભારતના મેઘાલય અને આસામમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગેલ બાગ્લાદેશની જમુના ગણાતી બ્રહ્મપુત્રા ભયજનક સ્તરથી પપ સે.મી. ઉ૫ર ઘોડાપુરે વહી રહી છે. આ પરિસ્થિતિમાં શનિવારની રાતથી જ બ્રહ્મપુત્રાના આસપાસના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળાંતર કરાવાય રહ્યું છે.

બ્રહ્મપુત્રાના કાંઠાના વિસ્તારોમાં મેઘના અને અન્ય ક્ષેત્રોમાં હજુ પુરની આ પરિસ્થિતિ ઓસરવામાં અનેક અઠવાડીયાનો સમય લાગશે ગયા અઠવાડીયે જ હજુ દેશમાં ચોમાસાનું  હજુ વિધિ વત પ્રારંભ થયો હતો. જેમાં દક્ષિણ-પશ્ર્ચિમ વિસ્તારોમાંથી ચોમાસુ પવનના ઉમેરાએ વરસાદને વધુ તેજ બનાવ્યું હતું. મેદાના ક્ષેત્રમાં ગંગા અને પદમાના ઉદ્દગભ સ્થાનોમાં પણ પુરની પરિસ્થિતિ ઉભી થઇ છે. જો કે સરકાર અને હવામાન વિભાગના મતે ગંગા અને પદમા નદીમાં પુરની પરિસ્થિતિમાં અપેક્ષિત ધોરણે વધારો થઇ રહ્યો છે.

પુરનું સ્તર મેઘના પ્રાંત ઉપરાંત ઉત્તર-પૂર્વ અને બંગ્લાદેશના મઘ્ય ભાગોમાં હાહાકારે મચાવી રહ્યું છે. પરંતુ પુરની આ પરિસ્થિતિ અને ડુબમાં ગયેલા વિસ્તારો પર તંત્રનું પુરેપુરં નિયંત્રણ છે. બાંગ્લાદેશ હવામાન વિભાગ દ્વારા ભારતના બિહાર અને આસામમાં ભારે ઘોડાપુરની માહિતી અગાઉથી મળી ગઇ હતી અને બાંગ્લાદેશે ભારત સાથેના ૫૪ જેટલા સ્ત્રાવી વિસ્તારોમાં આ અંગેની માહિતીઓ પહોચાડી દીધી હતી. દ્રિપ રાષ્ટ્ર જેવા બાંગ્લાદેશ સાથે પુરની સંભવિત પરિસ્થિતિ માટે સતત માહીતીની આપલે કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.