Abtak Media Google News

હળવદમાં સુરસાગર ડેરીના ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ  તાલુકાની દુધ મંડળીઓના મંત્રી અને પ્રમુખો રહ્યા ઉપસ્થિત.

ઝાલાવાડની ધીંગી ધરા પર આગામી તા. ૧૩ના મુખ્યમંત્રી પધારી રહ્યા છે ત્યારે સુરસાગર ડેરીના ચેરમેન દ્વારા મંડળીના પ્રમુખ ,મંત્રીઓ અને પશુપાલકોમોટી સંખ્યામાં જોડાય તેવું આહવાન કર્યું હતું અને સુરેન્દ્રનગરમાં મિલ્ક ડેની ઉજવણી કરાશે જેના ભાગરૂપે હળવદના શરણેશ્વર મંદિર ખાતે સુરસાગર ડેરીના ચેરમેનની અધ્યક્ષસ્થામાં તાલુકાની સહકારી દુધ ઉત્પાદક ડેરી મંડળીની બેઠક યોજાઇ હતી. જેમાં સહકારી ડેરી મંડળીના ૮૦ જેટલા મંત્રી અને પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતાં.

આગામી તા.૧૩ના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ડેરીના ઓફીસના બિલ્ડીંગનુ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે જેમાં રાજયકક્ષાના મંત્રી ઈશ્વરભાઇ પટેલ પણ ઉપસ્થિત રહેશે. જેના અનુસંધાને આજે હળવદ તાલુકાની દુધ મંડળીના પ્રમુખો અને મંત્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઇ એસ.ભરવાડે કાર્યક્રમની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે, દરેક ગામમાંથી પશુપાલકો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાય અને રાજય સરકાર દ્વારા સુરસાગર ડેરી અને પશુપાલકોને મળતી સહાયમાં જરૂરિયાત મુજબનો નોંધપાત્ર વધારો થાય તેવું સુચન કર્યુ હતું. વધુમાં ચેરમેને ઉમેર્યું હતું કે, હવે ઝાલાવાડનું દુધ મહારાષ્ટ્રમાં પહોંચે તેના માટે દુધ ફેડરેશન દ્વારા હાલ મંજૂરી લેવામાં આવી રહી છે.

Img20180507113512અત્રે ઉલ્લેખનીય છેકે, ઝાલાવાડની ૭૮૫ મંડળીઓ જોડાયેલી છે જેના ૧,૩૨ હજાર પશુપાલકો ૬,૮૦ લાખ લીટર દુધ નું સંપાદન કરી રહ્યા છે. તેનું બિરૂદ ઝાલાવાડના પશુપાલકોને ફાળે જાય છે કારણ કે, રાજયમાં દુધની ગુણવત્તા અને દુધ ઉત્પાદનમાં ઝાલાવાડ મોખરાનું સ્થાન ધરાવે છે.

આગામી રવિવારે મુખ્યમંત્રીના વરદ હસ્તે સુરસાગર ડેરી ખાતે મીલ્ક ડે ની ઉજવણીસાથે ઓફીસ ના બિલ્ડીંગનુ લોકાર્પણ કરવામાં આવનાર હોવાથી હળવદ તાલુકાની સહકારી મંડળીના હોદેદારોની ચેરમેનની અધ્યક્ષસ્થાને આજરોજ બેઠક યોજાઇ હતી. આ તકે સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડ, સુરસાગર ડેરીના ડીરેક્ટર મંગળસિંહ પરમાર, ડીરેક્ટર નરેન્દ્રસિંહ રાણા તથા કર્મચારી પંચાલભાઈ, પનારાભાઇ,વીરમભાઈ ભરવાડ સહિત ડેરી મંડળીના મંત્રીઓ અને પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.