Abtak Media Google News

૮૦૦ કરોડ રૂપિયાની સહાયથી ૩૮ સ્ટેશનો, જયારે ૬૦૦ કરોડના ખર્ચે ૩૬ રડાર સ્ટેશનોને સ્થાપિત કરવા સરકાર કટીબઘ્ધ

ભારત દેશનો દરીયા કિનારો ખુબ જ મોટો માનવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રનો ૧૬૦૦ કિલોમીટરનો દરીયા કિનારો ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો કચ્છનો સીલક્રિક તથા જખો બંદર ઉપર અનેક વખત ઘુસણખોરી કરવામાં આવી છે ત્યારે દરીયા કિનારાના છિંદા હજુ સુધી બુરાણા નથી ત્યારે ભારતીય નૌસેના દ્વારા કિનારાની સુરક્ષાને લઈ સૈન્યએ ડ્રિલની કવાયત શરૂ કરી છે.

સમુદ્રના રસ્તે દેશની રક્ષા કરવાની તૈયારીઓની સમીક્ષાને લઈ નૌસેનાએ બે દિવસ માટે રક્ષા અભ્યાસ માટેની ડ્રિલ શરૂ કરવામાં આવી છે. આ રક્ષા અભ્યાસનું કોડનેમ સીવીજીલ-૨૦૧૯ રાખવામાં આવ્યું છે. કહી શકાય કે અત્યાર સુધીમાં દરીયા કિનારાની સુરક્ષા માટેનો આ સૌથી મોટો અભ્યાસ માનવામાં આવ્યો છે. નેવીના ડેપ્યુટી ચીફે જણાવતા કહ્યું હતું કે, અનેકવિધ એજન્સીઓની ટીમ તમામ સંવેદનશીલ સ્થાનો પોર્ટ તથા દરિયા કિનારા ખાતે આવેલા પોલીસ સ્ટેશન, નિયંત્રણ કક્ષ તથા ઓપરેશન સેન્ટરની સુરક્ષા, સમીક્ષા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. નેવીના ડેપ્યુટી ચીફ વાઈઝ એડમિરર જી.અશોકકુમારે જણાવ્યું હતું કે, દેશદ્રોહી લોકો સમુદ્રી રસ્તે આવી આંતકીય પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે ત્યારે ૨૬/૧૧ની જે ઘટના ઘટી તેમાં પણ આતંકીઓ દરીયાકિનારે આવીને આતંકી પ્રવૃતિઓને અંજામ આપ્યો હતો ત્યારે આ પ્રકારની ઘટના આવનારા સમયમાં ન ઘટે તે માટે દરીયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

આ અભ્યાસમાં ૧૩૯ જહાજો તથા ૩૫ એરક્રાફટ, હેલીકોપ્ટર, ડ્રોન, પેટ્રોલ બોટ સહિત અનેક વસ્તુઓને સામીલ કરવામાં આવી હતી એટલે કહી શકાય કે ભારતનો જે વિશાળ દરીયા કિનારો છે તેમની સુરક્ષા માટે એક પણ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને ૨૬/૧૧ની ઘટના બાદ જાણે સરકારની આંખ ખુલી હોય તેમ પણ માનવામાં આવી રહ્યું છે. કારણકે આતંકીઓ દ્વારા આતંકી પ્રવૃતિઓને અંજામ આપવા માટે ભારતનો દરિયાઈ કિનારો ખુબ જ સરળ હતો પરંતુ સરકાર દ્વારા હાલ જે સમુદ્રને સુરક્ષા આપવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે તે ખરાઅર્થમાં ખુબ જ જરૂરી પણ છે અને દરીયાઈ સીમાથી આ પ્રકારની ગતિવિધિઓ પર પણ રોક લગાવવામાં આવશે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ૮૦૦ કરોડનાં ખર્ચે ૩૮ સ્ટેશનો તથા ૬૦૦ કરોડનાં ખર્ચે ૩૬ રડાર સ્ટેશનો ઉભા કરવામાં આવશે જેથી દરીયાઈ સુરક્ષાને મજબુતી મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.