Abtak Media Google News

સિઝન૯માં ૪૦૦૦૦ જીતી રકમમાંથી યુવાને શૌચાલય બનાવવાનું જાહેર કરતા વિકાસ નો પરપોટો ફૂટ્યા

હળવદમાં વિકાસનો પરપોટો ફૂટી ગયો છે,કૌન બનેગા કરોડપતિ સિઝન ૯ માં રૂ.૪૦ હજાર જીતી હળવદના યુવાને જીતેલી રકમમાંથી શૌચાલય બનાવવાનું જાહેર કરતા વિકાસ શર્મસાર બન્યો છે.

Morbi | Rajkot
morbi | rajkot

જાણવા મળ્યા મુજબ કૌન બનેગા કરોડપતિ સિઝન-૯ માં હળવદના રૂપાભાઈ હડિયલ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં વિજેતા બની બિગ બી સામે હોટ સીટ પર બેસ્યા છે અને રૂપિયા ૪૦ હજાર રકમ જીતવા સુધી પહોંચ્યા છે.

દરમિયાન ૪૦ હજારની રકમ જીતી આ રકમ નું શુ કરશો તેવા સવાલના જવાબમાં રૂપાભાઈએ ૩૦હજારની રકમ શૌચાલય બનાવવામાં અને બાકીની રકમ નું શુ કરશો એના જવાબ માં હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડબલા લઈ ને જતી સ્ત્રીઓને ટીવી પરદે બતાવી આવા શૌચાલય વગરના લોકો માટે શૌચાલય બનાવવા જાહેર કરતા આ મુદ્દો સોશ્યલ મીડિયામાં ભારે ઉહાપોહ મચાવી રહ્યો છે.

એક તરફ દેશના વડાપ્રધાન વિકાસના ગૂંણ ગાન ગઈ રહ્યા છે ત્યારે તેમના વતન ગુજરાતની હાલત ટીવી પરદે ચમકતા લોકોમાં તરેહ તરેહ ની ચર્ચા વચ્ચે વિકાસનો ગુબ્બારો ફૂટી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.