Abtak Media Google News

લાઈન ફિશીંગ કરવાની ના પાડતા મહારાષ્ટ્રની લીલાવંતી બોટના ટંડેલ અને ખલાસીઓ માંગરોળના માછીમાર પર તુટી પડ્યા: એક ગંભીર.

માંગરોળ અને ચોરવાડ વચ્ચેના દરીયામાં આજે બપોરે લાઈન ફિશિંગ બાબતે થયેલી તકરાર બાદ ૬૦ થી ૭૦ જેટલી પરપ્રાંતીય બોટોના ઘેરા વચ્ચે  માંગરોળની બોટના માછીમારો પર મધદરીયે થયેલા હુમલામાં એક ખલાસી ગંભીર રીતે ઘવાયો છે, જયારે એકને ઈજા પહોંચી છે. આ માથાકુટ બાદ માંગરોળની અન્ય એક બોટને ડુબાડવાનો પ્રયાસ થતા માછીમારોમાં રોષ પ્રવતીઁ રહ્યો છે.બનાવ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ:- અત્રેથી ૧૦ નોટીકલ માઈલ દૂર દરીયામાં બપોરે ચારેક વાગ્યે મહારાષ્ટ્રની કહેવાતી સંખ્યાબંધ ફિશિંગ બોટો જાળ નાંખી લાઈન ફિશીંગ કરી રહી હતી.

એ દરમ્યાન અહીંના ઉમેશભાઈ અરજણભાઈ ખોરાવાની માલિકીની રૂદ્નનાથ બોટ (ઈંગઉ-ૠઉં-૧૧-ખખ-૩૮૯૬)ના ખલાસીઓએ તેઓને લાઈન ફિશિંગ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા લીલાવંતી બોટના ટંડેલ અને ખલાસીએ રૂદ્રનાથમાં સવાર ખલાસીઓ પર હુમલો કયોઁ હતો. જેમાં હરી કાલિદાસ ભદ્રેસા (ઉ.વ.૪૫, રહે.માંગરોળ બંદર) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

દરીયામાંથી મોડી સાંજે પરત  થયા બાદ તેઓને સારવાર અથેઁ ૧૦૮ મારફતે માંગરોળ હોસ્પિટલે ખસેડાયા હતા. જયારે અન્ય એક માછીમારને બંદર પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ થતા ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ ખોરાવા, ગુજરાત ફિશરીઝના ચેરમેન વેલજીભાઈ મસાણી, બોટ એસો.ના પ્રમુખ માધાભાઈ ભદ્રેસા, રણછોડભાઈ ગોસીયા સહિતના આગેવાનો દોડી આવ્યા હતા.

લાઈન ફિશીંગ બાબતે માછીમારો વચ્ચે માથાકુટ થયા બાદ માંગરોળના મહેશભાઈ જીવાભાઈ ખોરાવાની નિલસાગર (ૠઉં-૧૧-ખખ-૧૩૩૬૩)ને પણ ડુબાડવાનો પ્રયાસ થયો હતો. ભારે સ્પીડમાં આવતી એક બોટે આ બોટના મધ્ય ભાગમાં જોરદાર ટક્કર મારી બોટને ઉથલાવવાનો પ્રયત્ન કયોઁ હતો. પરંતુ બોટની ફરતે બાંધેલ ટાયર વચ્ચે આવી જતા ટંડેલ સહિત આઠ ખલાસીઓનો બચાવ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.