Abtak Media Google News

પોતાના કર્મચારીઓ ક્યારે શું કરે છે એ જાણવામાં કંપનીઓને ભારે રસ હોય છે જો કે હવે ટેક્નોલોજીના વિકાસની સાથે આ નજર રાખવાનું કામ પણ ભારે ડરામણું અને હાઇટેડ થઇ રહ્યું છે જેમ કે અમેરિકાના વિસ્કોન્સિનમાં આવેલી થ્રી સ્કવેર માર્કેટ નામની કંપનીએ પોતાના કર્મચારીઓના શરીરમાં એક સુક્ષ્મ માઇક્રોચિપ ફિટ કરી શકે છે.

ઉપરાંત કંપનીનું એવુ પણ કહેવું છે કે આ ચિપ રેડિયો ફિક્વન્સી આઇડેન્ટિફિકેશન ચિપ હશે જે તે મને કંપની અંદરના સ્ટોરમાંથી નાણાં ચુકાવ્યા વિના ખરીદી કરવી, દરવાજા ખોલ બંધ કરવા હાજરી પુરવી કમ્પ્યુટરમાં લોગ-ઇન કરવું.તેમજ કોપિયર મશીન વાપરવું વગેરે કામો કરી આપવામાં મદદ કરવો કંપની ચોખવટ કરી રહી છે કે આ ચિપ  GPS આધારિત નહી હોય મતલબ કે કર્મચારીઓનું લોકેશન ટ્રેક નહી કરે.

આ રીતે એ કર્મચારીઓની પ્રાઇવસીનો ભંગ નહી કરે હાથની પહેલી આંગળી અને અંગુઠા વચ્ચેની જગ્યામાં ૧૯,૦૦૦ રૂપિયાની કિંમતની અને ચોખાના દાણા જેવડી આ ચિપ બેસાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.