Abtak Media Google News

ચીની સ્માર્ટફોન કંપની શાઓમીની MI દ્વારા તેના કસ્ટમર્સને વધુ સારી સર્વિસ અને ઝડપી જિલિવરી પુરી પાડવા માટે નવી સર્વિસ શરૂ કરી છે. જેમાં જો કોઈ કસ્ટમર MIની પ્રોડક્ટ ઓર્ડર કરશે તો તેને 24 કલાકમાં પહોંચાડશે. કંપની દ્વારા આ સુવિધા દેશના 150 શહેરોમાં લાગુ કરવામાં આવશે. MI ઈન્ડિયાના ચીફ મનુ જૈને આ સંદર્ભે જણાવ્યું હતું કે, કંપની હવે ગેરેન્ટી નેક્સ્ટ ડે ડિલિવરીની સુવિધા શરૂ કરવાની છે. આ સર્વિસનો લાભ લેવા ઈચ્છતા ગ્રાહકોએ માત્ર 49 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેશે.

કંપનીએ વર્ષ 2018માં બેંગ્લોર ખાતે વન ડે ડિલિવરી સર્વિસ શરૂ કરી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે કસ્ટમરને 24 કલાકમાં તેની ઓર્ડર કરેલી વસ્તુ મળી જશે. તે સમયે કસ્ટમર પાસેથી વધારાનો કોઈ ચાર્જ વસુલવામાં આવતો નહોતો.

મનુ કુમાર જૈને ટ્વીટ કરીને આ બાબતની જાણકારી લોકોને આપી હતી. ગેરેન્ટી નેક્સ્ટ ડે ડિલિવરી સર્વિસ MI.CO પર ઉપલબ્ધ 90 કરતા વધુ પ્રોડક્ટ પર લાગુ પડશે. આ સુવિધાનો લાભ 150 શહેરોનાં ગ્રાહકો ઉઠાવી શકશે. પરંતુ, તેના માટે ગ્રાકે બપોરે 3 વાગ્યા પહેલાં ઓર્ડર કરવાનો રહેશે.

આ નવા અપડેટ્સ સાથે શાઓમી પોતાના MI.CO પોર્ટલને પોતાના હરિફ એમેઝન અને ફ્લિપકાર્ટ કરતાં વધુ સુવિધાજનક બનાવવા માંગે છે, કારણ કે, આ બંને હરિફ ઈ-કોમર્સ સાઈટ છેલ્લા ઘમા સમયથી દેશના અનેક શહેરોમાં ફાસ્ટ ડિલિવરી સર્વિસ આપી રહ્યાં છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.