Abtak Media Google News

ગુજરાતમાં એમજી મોટર્સ દ્વારા મહિલાઓ માટે નવી તકોનું સર્જન

મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી પ્રતિભા બતાવી રહ્યા છે. શતક પહેલા જયારે એમજી મોટર્સે ગુજરાતમાં પહેલી ઈન્ડીયન ફેકટરી શ‚ કરી હતી ત્યારે તેમનો લક્ષ્યાંક વધુમાં વધુ મહિલાઓને પગભર કરવાનો હતો. તે આજે ૩૦ ટકા મહિલા કર્મચારી ધરાવતો સૌથી મોટો ઉદ્યોગ બની ચૂકયો છે. બ્રિટીશ કારમેકર પેઢી ઓટો માર્કેટ માટે સકારાત્મક અને કલાત્મક લોકોની શોધમાં છે. ભારત માટે તેમની શ‚આતની ડિઝાઈન માત્ર ટકી રહેવા પુરતુ જ નહી પરંતુ સિધ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પણ છે.

માનવ સંશાધનના અધિકારીએ ટાટા મોટર્સના કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે અમને વિશ્ર્વાસ છે કે સમાજ માટે સંસાર માટે અને બિઝનેસ માટે મહિલાઓનું મહત્વ છે. તેને જાણવી રાખવું જ‚રી છે. ત્યારે ઓટો મોટર ક્ષેત્રમાં પણ પ્રવેશી મહિલાઓએ તેની માનસીકતા બદલી છે. માટે તેમનો વિકાસ નિશ્ર્ચિત છે. ટાટા મોટર્સમાં ૫ ટકા મહિલાઓ હતી. જેને ૨૦૧૬માં ૧૯ ટકા કરવામાં આવ્યો છે. તો ટાટા મોટર્સે ૨૦૧૮ સુધીમાં ૨૫ ટકા મહિલાઓની ભરતી કરવા માંગે છે. મેનેજમેન્ટથી લઈને મિડલ લેવલ સુધી એમએનએમ વધુ મહિલાઓની ભરતી કરવા માંગે છે.

નમીતા ભટ્ટનાગર: (લિગલ હેડ, કંપની સેક્રેટરી) તેમણે પોતાના સુરક્ષીત ક્ષેત્રમાંથી બહાર આવી નમીતા જણાવે છે કે જીવન બદલવા માટે માત્ર સારા કામને કાયમી ધોરણે કરવાનું હોય છે. મહિલાઓ માટે ઉજળી તકોનું નવસર્જન થયું છે.

પલ્લવી સિંહ (માર્કેટીંગ હેડ)

પલ્લવી જણાવે છે કે મહિલાઓ માટે એમજીમાં ઘણી તકો છે. તે કોઈ કોરા કેનવા પર પેઈનટીંગ બનાવવા સમાન છે. હાર્લી ડેવિડસનના એકઝીકયુટીવ જણાવે છે કે આ કંપનીમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે ખૂબજ ઉજજવળ ભવિષ્ય છે.

મૌસમ જોશી (એચ.આર.)

કરીયર એક મેરેથોન જેવી છે તેના સુધી પહોચવા માટે મુશ્કેલીયો વેઠવી પડે છે. એમજી મોટર્સ કામ કરવા માટેની સારી જગ્યા છે. એમજીએ મને નાની ઉમ્રે જ તક આપી છે હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા સક્ષમ બની છે.

એમજી મોટર્સની શ‚આત ગુજરાતમાં થઈ ચૂકી છે. તેથી મહિલાઓને અનેક તકો મળશે અને તેમને પણ માનસીકતા બદલવાનો અવસર મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.