વૈભવી લાઈફ સ્ટાઈલ ધરાવતી મેવાતી ગેંગની બેલડી ગિરફતાર

એટીએમમાંથી નાણા તફડાવવા હરિયાણાથી વિમાન માર્ગે પહોંચ્યા

બોલ્ડ પ્રકારનાં એટીએમને ટાર્ગેટ બનાવી દેશભરમાં ચોરી કર્યાની કબુલાત: બેંકના કર્મચારીએ બંને શખ્સને ઝડપી લઈ પોલીસ હવાલે કર્યા

શહેરનાં ભકિતનગર સર્કલ પાસે આવેલ કેનેરા બેંકનાં એટીએમ સાથે ચેડા કરી બે લાખ ઉપાડી લેનાર હરિયાણાની કુખ્યાત મેવાત ગેંગના બે સભ્યો મુબીનખાન નુરમહમદ મેવ અને તાલીબહુશેન હમીત હૂશેન મેવને બેંકના સ્ટાફે ઝડપી લઈ ભકિતનગર પોલીસને સોંપતા ગુનો નોંધી પૂછપરછ એટીએમ સાથે ચેડા કરી નાણાં ઉપાડી લેવાના બીજા ગુનાના ભેદ ખૂલે તેવી શકયતા પણ દર્શાવવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભકિતનગર સર્કલ પાસે કેનેરા બેંકની શાખાની બાજુમાં જ તેનું એટીએમ છે.જયાં ઈન્ચાર્જ બ્રાંચ ઓફીસર તરીકે ધીરજ હંસરૂપ યાદવ નોકરી કરે છે બેંકની બાજુમાં એટીએમની કેબીનમાં સર્વીસીંગ અને લોડીંગ માટે ગયો હતો આ વખતે તેરે કેશ ટ્રાન્ઝેકશનનો રિપોર્ટ કાઢતા કાર્ડના સળંગ ૨૩ ટ્રાન્ઝેકશન જોવા મલ્યા હતા જે રૂા.૧.૯૯ લાખના હતા જેથી તેને શંકા જતા એટીએમનાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં બે શખ્સો એટીએમનાં મશીનમાં ચેડા કરતા મશીનનું મોનીટર ડુપ્લીકેટ ચાવીથી ખોલતા અને પાવર સપ્લાયની સ્વીચ બંધ કરતા દેખાયા હતા.

આ દરમિયાન આ બંને શખ્સો બેંક પાસે જોવા મળતા બેંકનાં પટાવાળા ભેગા મળી બંનેને રોકી પૂછપરછ કરી બેંકમાં બેસાડી દીધા હતા.ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરતા ભકિતનગર પોલીસ બંને શખ્સોને પોલીસ મથક લઈ ગઈ હતી. જયા બંનેના નામ પૂછાયા હતા તપાસમાં બંનેએ માસ્ટર કાર્ડનો ઉપયોગ કરી એટીએમ મશીનની ઈલેકટ્રીક પાવર સપ્લાય બંધ કરી જુદા જુદા ૨૩ ટ્રાન્ઝેકશન કરી ૧.૯૯ લાખ ઉપાડી લીધા હતા.

પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. પીઆઈ ઝાલાએ બંને આરોપીઓની પૂછપરછ કરતા હાલ અમદાવાદ સહિતના સ્થળે એટીએમમાંથી નાણા તફડાવ્યાની કબુલાત આપી છે.આ અગાઉ પણ શહેરમાં એટીએમમાંથી ચોરીના કેસોમાં હરિયાણાની મેવાત ગેંગના સભ્યો ઝડપાઈ ચૂકયા છે. આ ગેંગના સભ્યો મુખ્યત્વે એટીઅમે ફોડના ગુના આચરે છે.

હરિયાણાની મેવાત ગેંગનાં ઝડપાયેલા બંને આરોપીઓએ ઓનલાઈન કઈ બેંકનું એટીએમ ફોલ્ટી છે. તેમાથી નાણા ઉપાડી શકાય છે. બંને આરોપીઓને ભકિતનગર સર્કલ સ્થિત કેનેરા બેંકનું એટીએમ બી.બોલ્ટ પ્રકારનું હોવાની માહિતી મળતા બાય એર હરિયાણાથી અમદાવાદ આવ્યા હતા ત્યાથી રાજકોટ સીધા કેનેરા બેંકે પહોચી તેના એટીએમમાંથી નાણા ઉપાડવાનું શરૂ કર્યું હતુ જોકે બેંકનાં સ્ટાફની જ નજરે ચડી જતા ઝડપાઈ ગયા હતા.

Loading...