Abtak Media Google News

આગામી માસથી અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન શરૂ થશે. ટ્રાયલ બેઝ પર મેટ્રોને અમરાઈવાડી સુધી દોડાવવામાં આવી છે. એપરલ પાર્કથી શરૂ કરીને અમરાઈવાડી સુધી ટ્રેન દોડી હતી. આગામી દિવસોમાં એપરલ પાર્કથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. CCTV, ઈમરજન્સી બેલ, LEDની ટ્રેનમાં સુવિધાઓ હશે. આગામી સ્ટેશનની માહિતી પણ મુસાફરોને મળશે. શરૂઆતના દિવસોમાં મેટ્રોમાં ડ્રાઈવર હાજર રહેશે. જોકે થોડા સમય બાદ ડ્રાઇવર રહીત ટ્રેન દોડશે. અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે મેટ્રો હવે શહેરમાં આવતા મહિનાથી દોડશે.

અમદાવાદના પરિવહન સેવામાં મેટ્રોનો સમાવેશ થવા જઈ રહ્યો છે. આગામી માસથી અમદાવાદીઓને મેટ્રો સેવાનો લાભ મળશે. ખોખરાના એપરેલ પાર્ક ખાતે મેટ્રોના 3 કોચનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. હવે એક માસમાં મેટ્રોને પ્રાયોગિક ધોરણે દોડાવવામાં આવશે. એપરેલ પાર્કથી વસ્ત્રાલ સુધી 6.1 કિલોમીટરના રૂટમાં પ્રથમ મેટ્રો ટ્રેન દોડાવામાં આવશે.

મેટ્રો ટ્રેનને વસ્ત્રાલથી એપરેલ પાર્ક વચ્ચે દોડાવવામાં આવશે. અમદાવાદ શહેરમાં બીઆરટીએસ બાદ મેટ્રોની સેવાનો લાભ લોકોને મળશે. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પ્રથમ મેટ્રો દોડશે ત્યારબાદ સુરતમાં મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન યોજાયો હતો. જેમાં 900 મીટરના રૂટ પર એન્જિન સાથે 3 કોચ જોડીને ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. ત્યારે ટ્રાયલ રનમાં કોઇ સમસ્યા ન સર્જાઈ હોવાનો તંત્રએ દાવો કર્યો હતો. મહત્વનું છે કે મેટ્રો ટ્રેન ચાલુ થતા શહેરીજનોને મુસાફરીમાં કરવામાં રાહત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.