Abtak Media Google News

પૈસા પરત માંગવા જતા શખ્સે ધમકી આપ્યાના રટણ સાથે યુવકનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં એસ.પી.કચેરી પાસે મેટોડાના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો. તેણે ઉછીના આપેલી રકમ પરત અપાવવાના મુદ્દે આ પગલુ ભર્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મેટોડામાં રહેતા મજુરી કામ કરતા નરેન્દ્ર ધારાભાઈ મુંધવા (ઉ.વ.૨૮)એ બુધવારે એસ.પી. કચેરી પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ઘણા સમય પહેલા જીતુ નામના શખ્સને રૂ.૩ લાખની રકમ હાથ ઉછીની આપી હતી જે પરત લેવા જતા ધમકી આપતા પોલીસને જાણ કરી હતી પરંતુ પૈસા અંગેના કોઈ પુરાવા ન હોવાથી લોધીકા પોલીસે અરજીના આધારે આરોપીની અટક કરી હતી જેમાં આરોપીએ ઉલ્ટાનું પોતાને ફરિયાદી પાસેથી રૂપિયા લેવાના હોવાનું કથન કર્યું હતું. બીજી તરફ નરેન્દ્ર પાસે પૈસા આપવા અંગે કોઈ પુરાવા ન હોય અને પૈસા પરત ન મળતા પગલુ ભર્યાનું પ્ર.નગર પોલીસે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.