ગુજ્જુ સુપર સ્ટાર મલ્હારની ફિલ્મ ‘સાહેબ’માં મનોરંજનની સાથે મેસેજ

233

અર્બન ગુજ્જુ ફિલ્મના નરેશ કનોડિયા એટલે કે મલ્હાર ઠાકર હવે અભિનેતા ઉપરાંત નિર્માતા પણ બની ગયા છે. તેમના હોમ પ્રોડકશન હાઉસ ટિકિટ વિન્ડો  એન્ટરટેનમેન્ટ કંપની ની પ્રથમ ફિલ્મ સાહેબ શુક્રવારે ગુજરાતભરના સીનેમાઘરોમાં રિલિઝ થઈ.

અત્યારે અર્બન ગુજ્જુ ફિલ્મોનો વાયરો છે. બોલીવુડ ફિલ્મોની સમાંતર હવે ઢોલીવૂડ મૂવી પણ લગભાગ દર શુક્રવાર થી શુક્રવાર રિલીઝ થઈ રહી છે. પ્રોડ્યૂસર તરીકેની મલ્હાર ઠાકરની પહેલી ફિલ્મ સાહેબ  જોવી જોઈએ કેમકે તેમાં મસાલા ની સાથોસાથ મનોરંજન અને મેસેજ છે.

શુક્રવાર ૮ ફેબ્રુઆરીએ રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સાહેબથી મલ્હાર ઠાકરે પ્રોડ્યૂસર તરીકે નવી ઇનિંગ શરુ કરી છે. મલ્હાર ઠાકરનો દાવો છે કે ફિલ્મ સાહેબ અર્બન ગુજ્જુ ફિલ્મોને નવો વળાંક આપશે.

ભ્રષ્ટ સિસ્ટમ સામે કોલેજ છાત્રોનું આંદોલન એ ફિલ્મનો મુખ્ય પ્લોટ છે. કેવી રીતે એક કોલેજ સ્ટુડન્ટ મલ્હાર છાત્રોના અધિકારોની લડાઈને રાજ્યવ્યાપી અને ખાસ કરીને સત્તારૂઢ રાજ્ય સરકાર સામે આંદોલન સ્વરૂપે લઈ જાય છે તે વાતને સુંદર માવજત સાથે રજુ કરવામાં આવી છે.

જે રીતે મલ્હાર ઠાકર એક્ટર તરીકે ફિલ્મ છેલ્લો દિવસથી સાહેબ સુધીમાં ઘડાયો છે તેવી જ રીતે ફિલ્મનો હીરો મલ્હાર પણ મસ્તીખોર સ્ટુડન્ટથી લઈને રાજ્યના પ્રશ્નોને વાચા આપતા નેતા તરીકે ઘડાતો જોવા મળે છે. પરંતુ શું વર્ષો બાદ ડિરેક્ટરનું સુકાન સંભાળનારા શૈલેષ પ્રજાપતિ ઑડીયન્સને જકડી રાખવામાં સફળ રહ્યા છે તેના વિશે જાણવા તમારે અર્બન ગુજ્જુ ફિલ્મ સાહેબ જોવી જ રહી.

ફિલ્મ ભલે મલ્હાર ઠાકર પર કેન્દ્રિત હોય પરંતુ ફિલ્મનો મુખ્ય હીરો તો એની વાર્તા છે. એક સામાન્ય સ્ટુડન્ટ જો ધારે તો સડારૂપ સરકારને કેવી રીતે આંખમાં પાણી લાવી દે તે વાતને જરા પણ બોર કર્યા વગર રજુ કરવામાં આવી છે. તેની ક્રેડિટ સ્ટોરી રાઇટર પરેશ વ્યાસ અને મજબૂત સ્ક્રીન પ્લેને જાય છે.

જો તમે મલ્હાર ઠાકરના ડાય હાર્ડ ફેન ન હોય છતાં તમારે મલ્હારની એકટિંગના નવા આયામને જોવા માટે પણ આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. ફિલ્મ જોઈએ તમે પણ માની જશો કે મલ્હાર સાચે જ ગુજરાતી ફિલ્મોનો સુપરસ્ટાર છે.

ફિલ્મમાં મુખ્યમંત્રી સચિન મજુમદારનું પાત્ર ભજવતા અર્ચન ત્રિવેદીની મલ્હાર સામેની ટફ ફાઈટ જોવા માટે. મુખ્યમંત્રીના પાત્રને અર્ચન ત્રિવેદીએ એ રીતે જીવંત કર્યું છે કે ફિલ્મ જોતા જોતા તમે પણ મુખ્યમંત્રીને ધિક્કારવા લાગશો.

ફિલ્મ એ રીતે રજુ કરવામી આવી છે કે કેટલીક વાર તો પાત્રો સીધા ઑડીયન્સ સાથે આંખથી આંખ મેળવીને વાત કરે છે. ફિલ્મના છેલ્લા સીનમાં મલ્હાર ગાંધીજી મૂર્તિ પાસે ઉભો રહે ઑડીયન્સ ની આંખમાં આંખ મેળવી જે ડાયરેક્ટ અપીલ કરે છે તે જોવાની મજા માણી આવો.

Loading...