Abtak Media Google News

દર વર્ષે ૨૫ ડિસેમ્બરના રોજ ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે.ખ્રિસ્તીઓ આ તહેવારની ઉજવણી ૨૪ ડિસેમ્બરની સાંજથી શરૂ કરી દે છે. ક્રિસમસમાં લોકો ક્રિસમસ ટ્રીની સજાવટ કરે છે અને પાર્ટીનું આયોજન કરે છે.પાર્ટીમાં સાંતાકલોઝને બોલાવે છે અને સાંતાકલોઝને બાળકોને અલગ અલગ ગિફ્ટ આપે છે.આ તહેવાર કુટુંબીજનો અને મિત્રો બધા જ સાથે મળીને ઉજવે છે.

શા માટે ૨૫ ડિસેમ્બરે જ ક્રિસમસ ઉજવાય છે?

ઈસુ ખ્રિસ્તીના જન્મની ખુશીમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તીને ભગવાન ના પુત્ર કહેવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તનું સ્થાન ખૂબ જ ઊંચું છે. ઈ.સ પૂર્વે ૩૩૬ વર્ષ પહેલા રોમન સામ્રાજ્યના પ્રથમ રોમન સમ્રાટે પ્રથમ વખત ૨૫ ડિસેમ્બરના રોજ ક્રિસમસની ઉજવણી કરી હતી.થોડા વર્ષો પછી પોપ જુલિયસએ ૨૫ ડિસેમ્બરે સતાવાર રીતે ક્રિસમસ ઉજવણીની જાહેર કરી હતી.ત્યારથી દર વર્ષે ૨૫ ડિસેમ્બરે ક્રિસમસ ડે ઉજવાય છે.

સાંતાકલોઝ નામ કેમ પડ્યું :

સાંતાકલોઝ નામ સંત નિકોલસના નામ પરથી પાડવામાં આવ્યું છે જે રાતના સમયે લોકોની મદદ કરતા હતા. તેમણે પોતાનું પૂરું જીવન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં વિતાવ્યું હતું.તે લોકોને ખબર ન પડે તેમ રાતના અંધારામાં લોકોની મદદ કરતા હતા. તેથી લોકોએ સંત નિકોલસનાં નામ પરથી સાંતાકલોઝ નામ રાખ્યું છે. ક્રિસમસનાં દિવસે કોઈક સાંતાકલોઝ બને છે અને રાત્રે બાળકોને ગિફ્ટ આપવા જાય છે.

7Rr6Jsdvxffyne53Tdz3Q4Qo4U

આ વખતે ક્રિસમસ ડેની ઉજવણી જુદી હશે. ઘણા દેશોમાં, કોરોના રોગચાળાને કારણે ક્રિસમસ અને 31st સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ક્રિસમસ પાર્ટી સ્થળો પર પણ લોકોની સુરક્ષાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, નાતાલના તહેવારનો રંગ ભિન્ન હશે, પરંતુ મિત્રો અને કુટુંબીઓ સાથે નાતાલનો તહેવાર ખુશીથી ભરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.