Abtak Media Google News

સેલ્સ અને સર્વીસમાં બેસ્ટ: લઝુરીયસ કારમાં લોકોની પ્રથમ પસંદ મર્સીડીઝ

સમગ્ર વિશ્વ ડિજિટલ તરફ આગળ વધી રહ્યું છે. અને કાર ઓનર્સ તેમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. કાર કંપનીઓ પોતાના ગ્રાહકોને સંતોષકારક સર્વીસ મળી રહે તે માટે શોરૂમ પણ ડીજીટલ કરી રહી છે. જે.ડી.પાવર ઈન્ડીયાના એક અધ્યયનમાં જાણવા મળ્યું કે મોટા પ્રમાણમાં બજારમાં કાર માલીકોની તુલનામાં ભારતમાં લકઝરી કાર માલીકોની ફયુચર સર્વીસ વિઝિટને વધારે મહત્વ આપે છે. ભારતીય બજારોમાં લકઝરીકારમાં બીએમડબલ્યુને પાછળ છોડી મર્સીડીઝ બેન્ઝ સેલ્સ અને ગૂડ સર્વીસને કારણે પ્રથમ સ્થાને રહી છે.

મહત્વનું છે કે લકઝરી કાર ઓનર્સ પણ ડિજિટલ મેથડથી પોતાના વાહનની સેવા પ્રગતિ અંગે સૂચિત કરવામાં આવે છે. જેમાં ૬૧ ટકા ઈમેલ ટેકસ્ટ મેસેજ તથા મોબાઈલ એપના માધ્યમથી અપડેટ પ્રાપ્ત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ ઉપરાંત આ અધ્યયનમાંએ પણ સૂચન આપ્યું કે લકઝરી કાર માલીકો દ્વારા ગ્રાહકના ઘર કે ઓફીસ સુધી કારની સહી સલામત ડીલીવરી અને સર્વીસને કારણે ૧૦૦૦માંથી ૪૦ પોઈન્ટ તેને મળ્યા હતા અને અધ્યયનમાં એવું જાણવા મળ્યું કે લગભગ ૭૪ ટકા લકઝરી વાહન માલીકોએ તેજ દિવસે સેવા આપી દીધી હતી. ઉલ્લેખનીય છેકે સેલ્સ તેમજ સર્વીસમાં મર્સીડીઝ કાર ઓનર્સ દ્વારા જે સર્વીસ ત્રણ કલાક કે તેથી વધુ સમય માગેછે તે સર્વીસ પણ ઝડપી પતાવી ગ્રાહકોને તેમની કાર સોપવામાં આવી.

૨૦૧૮ના ઈડીયા ગ્રાહક સેવા સૂચકાંકના અધ્યયન લકઝરી સેગમેન્ટ ૩૦૧ નવા વાહન માલીકોનાં જવાબ પર આધારીત છે. જેમણે માર્ચ ૨૦૧૫ અને ઓગષ્ટ ૨૦૧૭ વચ્ચે પોતાનું વાહન ખરીધુ હતુ અને આ અધ્યયન માર્ચ ઓગષ્ટ ૨૦૧૮ સુધી હતુ જેમાં ગ્રાહકોએ સેલ્સ અને સર્વીસમાં મર્સીંડીઝ બેન્ઝને નંબર ૧નું સ્થાન આપ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.