Abtak Media Google News

મેલડી માઁને ચાપડી, શાક અને જાંબુનો પ્રસાદ ધરાવાય છે.: દર વર્ષે માતાજીનો માંડવો અને સેવાકાર્યો થાય છે

રાજકોટના નવાગામ નજીક લાલપરી સ્થિત મેલડી માતાજીનું મંદિર જે રજવાડા સમયનું અતિ પૌરાણિક છે.

આ મંદિર ર૭૦ વર્ષ જુનુ છે. પહેલા આ મંદિર સાવ નાનુ હતું. પરંતુ માતાજીના જેમ જેમ પરચા પુરાતા ગયા તેમ તેમ ભાવી ભકતોની નીડ જામતી ગઇ હતી આ મંદિર હવે સુપ્રસિઘ્ધ બની ગયું છે.

નવાગામ જે ગામની માં એટલે મેલડી માં કહેવાય છે કે નવાગામ કે નવાગામનો આજુબાજુમાં કોઇ રહેવાઆવે તેઓએ એકવાર લાલરીના મેલડી માતાજીના નિવેદ કરવા પડે અહિયા માતાજીના તાવાનો ખુબ મહિમા છે. ચાપડી, શાક ને જાંબુનો પ્રસાદ ધરવામાં આવે છે.

૧૦૦ વર્ષ પહેલા જયારે મરકીનો રોગ આવેલો ત્યારે ગામના લોકો મેલડીમાં સાથે બંધાણા કે આ રોગમાંથી જલ્દી મુકત થાય તો માઁ અમે દર વર્ષે નિવેદ કરીશુ ને આ પરંપરા હજુ પણ ચાલુ છે.

દર વર્ષે લાલપરી મેલડી માતાજીના મંદિરે માતાજીના માંડવો યોજાઇ ને દર વર્ષે ૪૦ થી ૪પ હજાર લોકો ભોજન પ્રસાદ લ્યે છે.

દર રવિવારે માતાજીનો તાવો થાય છે એવી ત્રણ માનતા છે કે માતાજી બધાની મનોકામના પુર્ણ કરે છે.. માનતા પુરી કરીને માતાજી પરચો આપે છે. ને સૌ ભકતજનો તાવો કરી માતાજીનો આભાર વ્યકત કરે છે.

લાલપરી મેલડી માતા મંદિરે  ગૌશાળા પણ છે. અહી ગૌ સેવા વિઘાર્થી સેવા થાય  તેમજ રાષ્ટ્રસેવા, એટલે આપતીના સમયે ફ્રુડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. સંત સેવા તેમજ બટુક ભોજન પણ કરાવવામાં આવે છે. વિઘાર્થીઓને ફ્રીમાં ચોપડા તેમજ મેડીકલ કેમ્પ, ગૌ સેમીનાર, પક્ષીઓને ચણ, છાશ વિતરણ વગેરે સેવા કાર્યો કરવામાં આવે છે.મંદિરની જમણી બાજુ રામ દરબાર છે. ઉપરાત હનુમાનજીનું પણ મંદીર છે.

મહાદેવનું મંદિર ૭૦ વર્ષ જુનુ છે. અને તે બિલખા દરબાર દ્વારા બંધાવી આપવામાં આવ્યું હતું. જે મહાદેવજીના દર્શન કરી પાવન થવાય છે. આ ઉપરાંત અખંડ જયોત હવન કુંડ જે વર્ષોથી અવિરત ચાલુ છે.વર્તમાન મહંત લાલદાસજી બાપુ અત્યારે સંચાલન કરી રહ્યા છે.

લાઇવ નિહાળો

કાલે સવારે ૮:૦૦ વાગ્યે

ઈન કેબલ ચેનલ નં.૫૬૧

ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭

મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦

સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.