Abtak Media Google News

રાજ્યમાં માર્ગોના નેટવર્કની સુવિધાનો વ્યાપ વધારીને નાગરિકોને મળતી વાહનવ્યવહારની સુવિધાઓમાં વધારો કરવા અને ગુજરાતમાં ટ્રાફીકનું ભારણ ઘટે, નાગરિકોની સલામતીમાં વધારો થાય તે માટે ઉત્તર/મધ્ય ગુજરાતના મુખ્ય ચાર માર્ગોના રૂ.656 કરોડના કામો રાજ્ય સરકારે મંજૂર કરીને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે.

ઉપરાંત મહેસાણા-સિધ્ધપુર અને સિધ્ધપુર-પાલનપુર માર્ગ 6 લેન બનાવવા માટે 445 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. આ કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જે આગામી 2 વર્ષમાં પૂર્ણ કરાશે. આ વિશેની જાણકારી નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.