Abtak Media Google News

સમયસરનો વરસાદ, ડબલ વાવેતર, મગફળીનો બંપર પાક, તેલીબીયા અને સીંગદાણાના નિકાસમાં માલામાલ કરી દેશે

આ વર્ષે સીંગતેલ સહીત તમામ ખાદ્ય તેલોની ઉપલબ્ધતા ખુબ સારી રહે તેવી શકયતા

ઓરવીને વાવેલી મગફળી, ઝીણી,જાડી, જી-૨, એચપીએસ ગુણવતાની મગફળી બજારમાં આવશે

ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને તેમાં પણ આ વર્ષે જે રીતે કોરોના મહામારીએ લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે તેમજ જે પ્રકારે ઉદ્યોગોને આર્થિક મારનો સામનો કરવો પડી રહ્યો છે તે જોતા નિષ્ણાતોનું માનવું છે કે દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવી હોય તો ખેતીને ઉદ્યોગોનો દરજ્જો આપવો જ પડશે. આ વર્ષે આર્થિક આધારસ્તંભ સંપૂર્ણપણે ખેતી પર નભેલું છે તેવું પણ હાલના તબક્કે કહી શકાય. વાત ગુજરાત અને તેમાં પણ ખાસ સૌરાષ્ટ્રની કરીએ તો સૌરાષ્ટ્રના મુખ્ય પાક કપાસ અને મગફળી છે પરંતુ ગત વર્ષે કપાસ નિષ્ફળ નિવડતા ધરતીપુત્રોએ મગફળીનું વાવેતર કર્યું છે. રાજ્યમાં આ વર્ષે મગફળીનું સારું વાવેતર થયું છે અને સારા વરસાદની આશા છે ત્યારે રાજ્યમાં સીંગદાણા અને મગફળીનો વપરાશ વધે તે માટે યોગ્ય પગલાં લેવા આવશ્યક છે.

આ વર્ષે ગત આંકડાકીય માહિતી મુજબ ૧૬ લાખ હેકટરથી વધુમાં મગફળીનું વાવેતર થયું છે જે વર્ષ ૨૦૦૮ બાદ પ્રથમ વાર આટલી વધુ વાવેતર થયું છે અને હજુ પણ વધુ વાવેતર નોંધાય તેવી શકયતાઓ પ્રબળ બની છે. આ વર્ષે વરસાદ પણ ખૂબ સારો રહે તેવી શક્યતાઓ છે જેના કારણે ગત તારીખ ૨૯ જૂનના રોજ જે આંકડો સામે આવ્યો હતો તેનાથી પણ વધુ મગફળીનું વાવેતર આ વર્ષે થાય તેવું લાગી રહ્યું છે.

ગત વર્ષે પણ મગફળીનું ઉત્પાદન ખૂબ સારું રહ્યું હતું તેમજ ધરતીપુત્રોને કિંમત પણ સારી મળી હતી તેમજ સરકાર દ્વારા કરવામાં આવતી ટેકાના ભાવે ખરીદીમાં કુલ ૮ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પરંતુ ખેડૂતોને ખુલ્લા બજારમાં મગફળીના સારા ભાવ મળતા સરકાર ટેકાના ભાવે ફક્ત ૪.૫ લાખ મેટ્રિક ટન

મગફળીની ખરીદી કરી શકી હતી. જેથી હાલ બજારમાં ગત વર્ષની મગફળી ખૂબ ઓછી જોવા મળે છે. બજારમાં હાલ મુખ્યત્વે ઉનાળુ મગફળી જોવા મળી રહી છે.

મગફળીના પણ અનેકવિધ પ્રકારો છે. જેમકે ઓરવીને વાવેલી મગફળી, ઝીણી, જાડી, જી – ૨, એચપીએસ ગુણવત્તાની મગફળી. આ વર્ષે ખેડૂતોએ તમામ પ્રકારની મગફળીનું વાવેતર કર્યું છે તે બાબત પણ સામે આવી છે.

નોંધનીય છે કે, ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને તેમાં પણ આ વર્ષે જે રીતે કોરોના મહામારીએ લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે તેમજ જે પ્રકારે ઉદ્યોગોને આર્થિક મારનો સામનો કરવો પડી રહ્યો છે તે જોતા નિષ્ણાતોનું માનવું છે કે દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવી હોય તો ખેતીને ઉદ્યોગોનો દરજ્જો આપવો જ પડશે.

કોરોના સામેની લડાઈમાં મગફળી મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે : સમીર શાહ

02 7

મામલામાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે મગફળીનું છેલ્લા એક દાયકામાં સૌથી વધુ વાવેતર નોંધાયું છે.  ગત તારીખ ૨૯ જૂન સુધીમાં રાજ્યમાં કુલ ૧૬ લાખ હેકટરમાં મગફળીનું વાવેતર નોંધાયું છે. હજુ પણ જે વિસ્તારમાં વાવણીલાયક વરસાદ ન હતો ત્યાં પણ હવે વરસાદ પડી ચુક્યો છે જેથી તેવા વિસ્તારોમાં પણ વાવેતર શરૂ થઈ ચૂક્યું છે. અગાઉ દર વર્ષે એવું બનતું હોય છે કે વરસાદ અનિયમિત હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની પણ પેટર્ન બદલાઈ છે. વાવણીલાયક વરસાદ પહેલા જ પડી જાય છે જેથી પાણીની કોઈ સમસ્યા રહેતી નથી. તેમાં પણ મગફળી એક એવો પાક છે જેને કોઈ વધુ પાણીની જરૂરિયાત હોતી નથી ફક્ત ૨૦ – ૨૦ દિવસના ગાળામાં ચાર કે પાંચ વરસાદ પડી જાય તો મગફળીનો ઉતારો ખૂબ સારો મળતો હોય છે તેમજ આ પાક એવો છે કે જે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં પણ ઉભો રહે છે જેથી ખેડૂતો મગફળીનું વાવેતર કરવાનું વધુ પસંદ કરતા હોય છે. તેમણે મગફળીના પ્રકાર વિશે જણાવતાં કહ્યું ઓરવીને વાવેલી મગફળી ૧૨૦ દિવસ સુધી ખેતરમાં ઉભું રહેતું હોય છે જેની ખાસિયત એ છે કે તેને વરસાદની કોઈ અસર થતી નથી તેમજ ઝીણી મગફળી એટલે જી – ૨ મગફળી જે ખેતરમાં ૯૦ દિવસ સુધી રહે છે એટલે કે ફક્ત ત્રણ મહિનામાં જ ઉપજ મળી જાય છે પરંતુ ખૂબ વરસાદ હોય તો તેની અસર માઠી પડતી હોય છે. તેમણે એચપીએસ ગુણવત્તાની મગફળી વિશે જણાવતાં કહ્યું હતું કે હેન્ડ પિકડ સિડ્સ એટલે કે હાથથી ફોલેલી મગફળી. જે અગાઉ ખૂબ જ ચલણમાં હતું પરંતુ આધુનિક મશીનરી આવતા હવે બધા કામ મશીનથી ઝડપી થતા હોય જેથી કોઈ એચપીએસ મગફળી બજારમાં આવતી નથી અથવા તો ખૂબ નાની માત્રામાં મગફળી બજામાં આવતી હોય છે. તેમણે કહ્યું હતું કે મગફળીનું વાવેતર તો સારું જ રહેશે પરંતુ તેની સામે માંગ અને વપરાશ વધે તો જ ખેડૂતોને સારા ભાવ મળી શકે. તેમણે કહ્યું હતું કે આપણે દર વર્ષે મગફળીના તેલ તેમજ સિંગદાણાનું આયાત કરીએ છીએ જે તબક્કાવાર ઓછું કરવાની જરૂરિયાત છે જેથી સ્થાનિક મગફળીના તેલ અને સિંગદાણાનો વપરાશ વધી શકે. ઉપરાંત તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હાલ કોરોના નામની મહામારી જ્યારે સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે ત્યારે તેની કોઈ ચોક્કસ દવા નથી ફક્ત સારી રોગ પ્રતિકારક શક્તિના માધ્યમથી જ આ બીમારી સામે લડી શકાય છે તો મગફળીમાં કેલ્શિયમ, પોટેશિયમ અને પ્રોટીનની માત્રા ખૂબ વધારે હોય છે જેથી મગફળી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે તેમજ મગફળીમાં વિટામિન કે અને વિટામિન ઇ હોય છે જે માનવશરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમણે કહ્યું હતું કે ગત વર્ષે ભારતે કુલ ૬ લાખ ટન સિંગદાણા અને ૭૦ હજાર ટન સીંગતેલની નિકાસ કરી હતી અને આ વર્ષે તેનાથી પણ વધુ નિકાસ થાય તેવી પૂરેપૂરી શકયતા છે. તેમણે અંતે કહ્યું હતું કે આ વર્ષે તમામ પ્રકારના ખાદ્યતેલની ઉપલબ્ધતા સારી રહે તેવું આ તબક્કે કહી શકાય.

સારૂ વાવેતર થતાં નિકાસની ઉજજવળ તકો: મહેન્દ્ર નથવાણી

03 6

ગુલાબ ઓઇલ મીલના માલીક મહેન્દ્રભાઇ નથવાણીએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે મગફળીનું વાવેતર આ વર્ષે સારૂ  થયું છે. પરંતુ સાચો ખ્યાલ એક મહિના પછી આવશે કેવો પાક થયો છે. જાડી મગફળી છે તે ૩ થી ૩.૫ મહિને પાકતી હોય છે. જેને દેશિ માંડવી કહેવાય છે. એચ.પી.એસ. એ હાથે સાફ કરેલા દાણા હોય છે જે વિદેશમાં એકસપોર્ટ કરવામાં આવતા હોય છે. જે વર્ષે ઉત્પાદન સારૂ થતું હોય છે

તે વર્ષે ભાવ ઓછા જ રહેતા હોય છે. ખેડૂતોને મગફળીનું વાવેતર પોશાવવું જ જોઇએ આ વર્ષે સીંગતેલનું પણ સારૂ  ઉત્પાદન થયું હતું. ગયા વર્ષે મગફળી ભારતમાં જેટલી વેચાણી તેનાથી ઘણી વધારે વિદેશમાં એકસપોર્ટ થઇ હતી એક મોટા પ્રમાણમાં એકસપોર્ટ થઇ હતી. જેનો ફાયદો ખેડૂતોને ભાવમાં મળ્યો હતો.

મગફળીની નિકાસ માટે સરકારે નવા દ્વાર ખોલવા પડશે : વલ્લભભાઇ પટેલ

04 2

રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર વલ્લભભાઇ પટેલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે મગફળી અને કપાસનુ વાવેતર સરખું હતું.  પરંતુ કપાસમાં ઇયળ આવી હતી જેથી ખેડુતોને કપાસના ભાવ મળ્યા હતા. મગફળીના દિવાળીથી ભાવ વધવાનું શરૂ  થયું હતું તે અત્યારે ૧રપ૦ રૂ પિયા છે. ખેડુત હંમેશા એ પાક વાવતો હોય છે. જેનો ભાવ વધારે હોય છે. જો વરસાદ સારો હશે આ વર્ષે તો મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થશે. સરકાર દ્વારા વિદેશમાં મગફળી કે મગફળીનું તેલ વહેચાય તો ખેડુતોને ભાવ સારા મળી રહેશે. ગયા વર્ષે સારૂ  ઉત્પાદન હતું. ત્યારે બધાને ભાવ ઘટશે તેવું લાગતું હતું. પરંતુ વિદેશમાં તેમજ ભારતમાં મગફળીની માંગ રહેતા ભાવ વઘ્યા હતા. હાલ આરબ દેશોમાં મગફળીની નિકાસ થાય છે જે તેમ જ યથાવત રહેશે તો ખેડુતોને ફાયદો થશે.

ગુણવતાયુકત મગફળી આપીશું, ફકત ભાવ સારા મળે તેવી અપેક્ષા : કૈલાસ હિરપરા (ખેડૂત)

05 2

કૈલાસભાઇ હિરપરા નામના  ખેડુતએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે મારી વાડીમાં મગફળીનું વાવેતર કરેલ છે. કારણ કે કપાસમાં ઇયળ આવતી હોવાથી તે પાક નિષ્ફળ જાય છે. માટે મગફળીનું વાવેતર કર્યુ છે. આ વર્ષે મગફળીના સારા ભાવ આવે તેવી અપેક્ષા છે. આ વર્ષે કપાસ ૬૦૦-૭૦૦ રૂ પિયાના મણ વેચાઇ રહ્યા છે. જયારે મગફળીનો ભાવ તેના કરતાં સારો છે. તેમજ કપાસને વાવવા તેમજ ઉછેરવાનો ખર્ચ મગફળીના ખર્ચ કરતા ઘણો વધારે થતો હોય છે.

ગત વર્ષે કપાસ નિષ્ફળ રહેતા ધરતીપુત્રોને મગફળીનું વાવેતર કર્યુ : અતુલ કામાણી

06 4

માર્કેટીંગ યાર્ડ વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલભાઇ કામાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર ખુબ વધારે જોવા મળ્યું છે. કપાસના ગત વર્ષના આંકડા જોઇએ તો ગત વર્ષમાં કપાસ અને મગફળીનું વાવેતર પ૦-પ૦ ટકા રહ્યું હતું. જયારે આ વર્ષે ૭૦ ટકા મગફળીનું વાવેતર થયું છે. અને કપાસનું રપ થી ૩૦ ટકા વાવેતર થયું છે. તેનું કારણ એ છે કે ગત વર્ષ વાવઝોડાને કારણ ઇયળનો ઉપદ્રવને કારણે ધાર્યા જેટલું ઉત્પાદન ન મળી શકયું. જયારે મગફળીની સાપેક્ષ હાલ કપાસના ભાવ ૭૦૦ થી ૯૦૦ રૂ પિયા છે.

જયારે મગફળી ૧૦૦૦ થી થઇ ૧રપ૦  સુધીના ભાવે વેચાય છે.

જેથીે પ્રેરાઇને ખેડુતોએ સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર સારા પ્રમાણમાં કર્યુ છે. આ વર્ષે ખેડુતો દ્વારા મગફળી મોટા પ્રમાણમાં વાવવામાં આવેલ છે. ત્યારે ખેડુતોની સરકાર પાસે આશા છે કે આ વર્ષે મગફળી ટેકાના ભાવે વધુમાં વધુ ખરીદી કરવામાં આવે. સારો વરસાદ થાય અને મગફળીમાં સારૂ  ઉત્પાદન આવે તો ભાવમાં કોઇ ચિંતા નહી રહે કારણ કે મગફળીની સીઝનની શરૂ આતમાં ભાવ મઘ્યમ રહેતા હોય છે અને સીઝનની અંતે  ભાવ વધી જતાં હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.