Abtak Media Google News

રાજુલામાં ૪ ઈંચ, માળિયા હાટીના, ગીરગઢડા અને વેરાવળમાં ૩ ઈંચ, ખાંભામાં અઢી ઈંચ સાવરકુંડલા, માંગરોળ અને જાફરાબાદમાં દોઢ ઈંચ, ઉનામાં ૧ ઈંચ ખાબકયો

સૌરાષ્ટ્ર પર અત્યાર સુધી હેત વરસાવવામાં કંજુસાઈ રાખતા મેઘરાજા સોમવારે ગીર-સોમના, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં મનમુકીને વરસી પડયા હતા. સુત્રાપાડામાં અનરાધાર ૮ ઈંચ અને કોડીનારમાં ૭ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છવાઈ ગયો છે. આજી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક મુશળધાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સવારી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેઘરાજા અમુક સ્ળોએ સવારી ધીમીધારે હેત પણ વરસાવી રહ્યાં છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૭ જિલ્લાના ૮૧ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. અત્યાર સુધી દક્ષિણ, ઉત્તર, પૂર્વ-મધ્ય ગુજરાતમાં હેત વરસાવનાર વ‚ણદેવે અંતે સૌરાષ્ટ્ર પર અમી દ્રષ્ટી કરી છે. ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં માતબર વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ગીર-સોમના જિલ્લાના ગીર ગઢડામાં ૭૫ મીમી, કોડીનારમાં ૧૬૫ મીમી, સૂત્રાપાડામાં ૧૯૬ મીમી, તાલાલામાં ૧૪ મીમી, ઉનામાં ૨૬ મીમી, વેરાવળમાં ૬૫ મીમી, અમરેલી જિલ્લાના બાબરામાં ૧૧ મીમી, ધારીમાં ૧૦ મીમી, જાફરાબાદમાં ૩૧ મીમી, ખાંભામાં ૬૩ મીમી, રાજુલામાં ૧૦૬ મીમી, સાવરકુંડલામાં ૩૯ મીમી, વડીયામાં ૨૦ મીમી, જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ૧૨ મીમી, માળીયા હાટીનામાં ૭૫ મીમી, માંગરોળમાં ૩૬ મીમી, મેંદરડામાં ૨૦ મીમી, વિસાવદરમાં ૧૫ મીમી, ભાવનગર જિલ્લાના મહુવામાં ૧૦ મીમી, રાજકોટ જિલ્લાના લોધીકામાં ૧૨ મીમી, કોટડા સાંગાણીમાં ૪ મીમી, ઉપલેટામાં ૨ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સૌરાષ્ટ્રમાં સોમવારે સવારી વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોરબાદ મેઘરાજાની પાવનકારી પધરામણી વા પામી હતી. ગીર-સોમના જિલ્લાના સૂત્રાપાડામાં ૮ ઈંચ અને કોડીનારમાં અનરાધાર ૭ ઈંચ વરસાદ પડી જતા જળબંબાકાર જેવી સ્િિત સર્જાવા પામી છે. નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જળાશયોમાં પણ નવા નીરની આવક વા પામી છે. રાજુલામાં સોમવાર બપોરબાદ મેઘરાજાનું તોફાની આગમન થયું હતું. ચાર ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ધાતરવાડી ડેમમાં નવા નીરની આવક વા પામી હતી. વીજળીના કડાકા-ભડાકા સો અનરાધાર વરસાદ વરસ્તા સલામતીના ભાગ‚પે વીજ પુરવઠો બંધ કરી દેવાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જોરદાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ભારેી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયમાં ૮૧, તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. નોર્થ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં હળવા ઝાપટાી લઈ એક ઈંચ સુધી, અરવલી જિલ્લામાં અડધાી લઈ અઢી ઈંચ સુધી, ગાંધીનગરમાં અડધો ઈંચ સુધી, પૂર્વ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, પંચમહાલ, મણીસાગર અને દાહોદ જિલ્લામાં હળવા ઝાપટાી લઈ એક ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. આ વર્ષે દ.ગુજરાત પર મેઘરાજા સવિશેષ હેત વરસાવી રહ્યાં છે. ગઈકાલે પણ દ.ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું અહેવાલ મળી રહ્યાં છે. રાજયના છ તાલુકાઓમાં હજુ ચોમાસાની સીઝન દરમિયાન એક ટીપુ પણ પાણી પડયું ની ત્યારે ઉમરગામમાં ચોમાસાની સીઝનમાં ૮૨.૫૦ ટકા વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. આજ સુધીમાં ઉમરગામમાં ૬૨ ઈંચ વરસાદ પડી ગયો છે. જો કે ઉમરગામની એવરેજ ૭૭ ઈંચ વરસાદની છે. અહીં વસવાટ કરતા લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા વિનવી રહ્યાં છે.

મુંબઇમાં બારે મેઘ ખાંગા: ૨૪ કલાક હજુ ભારે વરસાદની આગાહી

ભારે વરસાદના કારણે જળબંબાકાર, ટ્રેનો મોડી

ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન ખોરવાયું, શાળા-કોલેજોમાં રજા

દેશના અનેક રાજ્યોમાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં ગઈકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ ચાલુ છે. થાણેમાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે શહેરનું જનજીવન ઠપ્પ થઈ ગયુ છે. મુંબઈમાં થાણે સહિતના વિસ્તારોમાં ૭ ઈંચ વરસાદ ખાબકયો છે.

જ્યારે દહાણુમાં ૨૪ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ ખાબકયો છે. ભારે વરસાદથી મુંબઈમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. માર્ગો, ઓવરબ્રીજથી લઈને કોમ્પલેક્ષના સંકુલોમાં પાણી ભરાયા છે. શિક્ષણ મંત્રીએ આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. ૨૪ કલાકમાં કોલાબામાં ૧૭૧ મી.મી. તો દહાણુમાં ૩૦૮ મી.મી. વરસાદ નોંધાયો છે. સમગ્ર શહેર થઈ ગયુ છે. આ સિવાય દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયુ છે. વિદર્ભ મરાઠવાડા, તેલંગણા અને ઉત્તર આંધ્રપ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે, પરંતુ દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હજુ ભીષણ ગરમી ચાલુ રહેશે.

મુંબઈમાં ગત રાત્રીથી જોરદાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનો મોડી દોડી રહી છે. લોકમાન્ય તિલક ટર્મીનસની પાસે રેલ્વે કોલોની તળાવમાં ફેરવાય ગઈ છે. થાણેમાં ૧૪૨ મી.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારે ૧ કલાકમાં ૧ ઈંચ પડયો હતો. પંછાપકડી અને વંદના બસ સ્ટોપ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ભારે વરસાદને કારણે મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. અનેક શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મુંબઈમાં હજુ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. પરેલ, ધારાવી, માટુંગા, કિંગ સર્કલ, ડોંબીવલી, કલ્યાણમા પણ પાણી ભરાયા છે. બુધવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે.

દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમા ૧૨ થી ૧૩ તારીખ સુધીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડવાની શકયતા છે. ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં હવે મેઘરાજા ગમે ત્યારે તોફાની બેટીંગ શરૂ કરી તેવી શકયતા છે. દક્ષિણ ગુજરાતના ઉંમર ગામમાં હજુ જળબંબાકાર જેવી સ્થિતિ યથાવત રહી છે. વલસાડમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે. ઉંમર ગામમાં ૨૪ કલાકમાં ૧૪ ઈંચ પાણી પડતા પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે.

દરમિયાન મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ભોપાલમાં ગઈકાલે સાંજે ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાય ગયુ હતું. દિલ્હીમાં અને પશ્ચિમ યુપીમાં હજુ ભીષણ ગરમી પડી રહી છે. સ્કાયમેટની આગાહી છે કે, દક્ષિણ ગુજરાત, કોંકણ અને ગોવામાં મધ્યમથી ભારે વરસાદ પડશે. કર્ણાટક અને કેરળમાં પણ વરસાદની આગાહી છે. હવામાન ખાતાએ મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ૨૪થી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રમાં કયાં કેટલો વરસાદ

સુત્રાપાડા
કોડીનાર
રાજુલા
માળીયા હાટીના
ગીર ગઢડા
વેરાવળ
ખાંભા૨॥
સાવરકુંડલા૧॥
માંગરોળ૧॥
જાફરાબાદ૧॥
ઉના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.