સૌરાષ્ટ્રના 9 તાલુકામાં મેઘ મહેર

રાજ્યમાં ચોમાસું બેસી જવા છતાં હાલ જોઈએ તેવો વરસાદ પડી રહ્યો નથી. અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગો કોરુંધાકોર હોવાથી ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં રાજ્યમાં ઉકળાટનો માહોલ છે.  આજે 3 જુલાઈએ રાજ્યના 3 જિલ્લાના 9 તાલુકામાં આજે વરસાદ નોઁધાયો છે.

જેમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં  6 ઈંચ નોધાયો છે, ઉપરાંત જિલ્લાના તાલાલામાં પણ બે 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢના માણાવદરમાં 14 મિમિ અને પોરબંદરમાં કુતિયાણામાં 10 મિમિ વરસાદ પડ્યો છે.

ગરમી અને ઉકળાટથી બચવા માટે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. તેવામાં સમગ્ર રાજ્યમાં વરસાદ અમુક ઠેકાણે જ પડે છે, એ પણ નજીવો પડે છે.

ગઈકાલે 2 જુલાઈએ 8 જિલ્લાના 11 તાલુકામાં વરસાદ નોઁધાયો હતો. જામનગરના કાલાવડમાં 19 મિમિ વરસાદ પડ્યો હતો.  જ્યારે સાબરકાંઠાના વિજયનગરમાં 2 મિમિ વરસાદ નોંધાયો હતા. જ્યારે અન્ય તાલુકામાં 2થી 1 મિમિ સુધી વરસાદ હતો.

Loading...