Abtak Media Google News

પોરબંદર શહેરમાં પણ બે દિવસથી મેઘરાજા વિરામ લેવાનું નામ લેતા નથી. ગઈકાલે પણ એકાદ ઈંચ વરસાદ પડી જતાં જનળવન ખોરવાયું હતું. શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણીનો ભરાવો થતા લોકોની મુશ્કેલી વધી હતી. તો બીજી તરફ જિલ્લામાં પડી રહેલો વરસાદ હવે લોકો માટે આફતરૂપ બની રહ્રાો છે. આજે પણ બરડા પંથકના મીયાણી વીસ્તારના ગામોમાં બપોર બાદ પડેલા દોઢ થી બે ઈંચ વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે હવામાન વિભાગ દ્વારા તારીખ ત્રીસ અને એકત્રીસ ના રોજ સમગ્ર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે પોરબંદર શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. છૂટાછવાયા વરસાદ વચ્ચે શહેરમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, તો રાણાવાવ તાલુકાની અંદર અઢી  ઈંચ જેટલો વરસાદ અને કુતિયાણા તાલુકાની અંદર પણ સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જો કે આજે  પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ વરસે મેઘરાજા પોરબંદર જિલ્લા ઉપર ઓળઘોળ થયા હોય તેમ સતત વરસી રહેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે મેઘરાજા હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના પણ લોકો કરી રહ્રાા છે. પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાયે દિવસોથી મેઘરાજા લાંબો વિરામ લેવાનું નામ લેતા ન હોય તેમ અવિરત વરસી રહ્રાા છે. આ વરસાદ ખેડૂતો માટે આફત નોતરી રહ્રાો છે. આજે પણ બપોર બાદ મીયાણી, ટુકડા, ભાવપરા સહીતના બરડા પંથકના ગામોમાં અંદાળત દોઢ થી બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાવામાં વધારો થયો છે. સતત વરસી રહેલો વરસાદ મગફળીનો પાક નિષ્ફળ બનાવી રહ્રાો છે. જેને લઈને ખેડૂતો ચિન્તામાં મૂકાયા છે. હાલ તો સ્થિતિ એવી છે કે આ પંથકના ખેડૂતો મેઘરાજા વિરામ લે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્રાા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.