Abtak Media Google News

ફેશર્સને લાયકાત પ્રમાણે નોકરી અપાવવા રોજગાર કચેરીનો પ્રયાસ: જોબફેરમાં હકારાત્મક જવાબ મળતા યુવાનો ખુશ

શહેરની આઈટીઆઈ ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૬૦ થી પણ વધુ કંપનીઓ દ્વારા અહીયા વેકેન્સીઓ આપવામાં આવી હતી. આ જોબ ફેરમાં ૩૦૦૦થી ૩૫૦૦ સુધીના ફોર્મ ભરવામાં આવ્યા હતા. હાલ ગ્રેજયુએટ થયેલા ફ્રેશર્સ માટે સોનેરી તક ‚પે આ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Vlcsnap 2017 05 11 13H21M02S64આ મેગા જોબ ફેરમાં ઈન્ટરવ્યુ આપવા આવેલા યુવાનોને પુછતા તેઓએ તેમની લાયકાત પ્રમાણે અરજી આપેલી છે અને તેમનું પ્રાથમિક તબકકે પસંદગી કરી લેવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતુ કે અમને આ મેગા જોબ ફેરની જાણ રોજગાર કચેરી તરફથી આવેલા કોલ લેટર તથા સોશ્યલ મીડીયા દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતુ કે આ પ્રકારનાં જોબ ફેરનું આયોજન દર વર્ષે થવું જ જોઈએ જેથી ફેશર્સને નોકરી માટે ભટકવું ન પડે તેમજ તેમને તેમની લાયકાત પ્રમાણે નોકરી મળી રહે બધા જ વિદ્યાર્થીઓએ આ જોબ ફેર અંતર્ગત હકારાત્મક જવાબ આપ્યા હતા.

Vlcsnap 2017 05 11 13H52M31S17ત્યારબાદ અતુલ મોટર્સ તરફથી જોબ વેકેન્સી લઈને આવલે અજયભાઈ ચૌહાણે જણાવ્યું હતુ કે હું અહીયા કુલ ૨૦ વેકેન્સી લઈને અહીયા આવ્યો છું તથા મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અહીયા આવતા ઉમેદવારો સારી લાયકાત ધરાવે છે. અને અમને આવા જોબ ફેરથી એકસાથે બધી જ જગ્યાઓ ભરવા માટે સરળતા રહે છે અને મને એવું લાગી રહ્યું છે કે મારી બધી વેકેન્સીઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મળી રહેશે.

ત્યાર પછી રોજગાર કચેરીના અધિકારી સી.કે. મારડીયાએ જણાવ્યું હતુ કે ગુજરાત સરકારનાં સહકારથી આ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી લોકો સુધી પહોચાડવાનું તથા આ કાર્યક્રમનું સંચાલન રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં કુલ ૬૦થી વધુ કંપનીઓ તેમને ત્યાંની વેકેન્સીઓ લઈને આવ્યા છે. હાલ બપોર સુધીમાં ૨૦૦૦ જેટલા ફોર્મ તથા ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા છે.

Vlcsnap 2017 05 11 13H52M00S210

ત્યારબાદ રોજગારી કચેરીના અધિકારી મનીષાબેને જણાવ્યું હતુ કે આ જોબ ફેરથી નવ યુવાનોને ફાયદો થઈ રહ્યો છે. તથા ઉતિર્ણ થયા બાદ તેમણે નોકરી માટે ભટકવું ન પડે તે મુખ્ય ઉદેશથી આ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને આશા છે કે નવયુવાનો દ્વારા અહીયા વધુને વધુ અરજીઓ આપવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.