Abtak Media Google News

5000 ચો.મી. જગ્યા ઉપર ખડકાયેલા 20 શેડ ઉપર બુલડોઝર ફરી વળ્યું : પ્રાંત ચરણસિંહની કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ

કોઠારીયા રોડ ઉપર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 20 જેટલા શેડ તોડી પાડી અંદાજે રૂ. 100 કરોડની 5000 ચો.મી. જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ડિમોલિશનથી દબાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Screenshot 7 1

જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સૂચના અને અધિક કલેકટર પરિમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સિટી-2 પ્રાંત ચરણસિંહ ગોહિલ દ્વારા આજે કોઠારીયા રોડ ઉપર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. કોઠારીયા ગામની સર્વે નં. 352 પૈકીની 5000 ચો.મી. જેટલી સરકારી જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી દબાણ કરવામાં આવ્યું હોય પ્રાંત અધિકારીએ અગાઉ નોટિસ બજવણી સહિતની પ્રારંભિક કાર્યવાહી હાથ ધર્યા બાદ આજે આજીડેમ પોલીસને સાથે રાખી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Screenshot 5 1

અતિ કિંમતી ગણાતી એવી આ મોકાની જગ્યા ઉપર અંદાજે 20 જેટલા નાના મોટા શેડ ખડકાયેલા હતા. જેની ઉપર બુલડોઝર ફેરવીને જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી. આ કામગીરીમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, તાલુકા મામલતદાર કે.એમ.કથીરિયા અને તેની ટીમ તેમજ એમ.એ. જાડેજા, શારદાબેન મેણાંત,કેવિન હાંસલિયા, ડી.આર.ઝાલા, વસીમ રિઝવી, પવન પટેલ સહિતના રોકાયેલ હતા. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ‘ અબતક’ને વિગતો આપતા જણાવ્યું હતું કે હજુ પણ જ્યાં દબાણ અંગેની જાણ થશે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Screenshot 6 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.