Abtak Media Google News

અન્ડરબ્રિજની કામગીરીમાં નડતરરૂપ ઝુંપડાઓ તોડી પાડવાની કામગીરીમાં રેલવે, સ્થાનિક પોલિસ, અને પીજીવીસીએલ સહિતના વિભાગો જોડાયા: ઝુંપડાઓમાં રહેતા ૫૦૦ જેટલા પરિવારો બન્યા નિરાધાર, જગ્યા ફાળવવાની માંગણી

રાજકોટના લક્ષ્મીનગર નાલા પાસે આવેલી વર્ષો જૂની ઝૂંપડપટ્ટીમાં આજે રેલવે વિભાગ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. અન્ડરબ્રિજની કામગીરીમા નડતરરૂપ થતા ૧૧૧જેટલા ઝૂંપડાઓને આજે તોડી પાડવામાં આવ્યા હતા. આ વેળાએ રેલવેના અધિકારીઓ સાથે રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને પીજીવીસીએલની ટિમ પણ ઉપસ્થિત રહી હતી.

Img 20200303 101751

રાજકોટના લક્ષ્મીનગરના નાલા પાસે છેલ્લા ઘણા વર્ષોથી ઝૂંપડપટ્ટી આવેલી છે. જેમાં ૧૧૧ જેટલા ઝૂંપડાઓ છે.અને આ ઝૂંપડાઓમાં ૫૦૦ જેટલા પરિવારો રહે છે. ગત તા. ૨૫મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અહીં અન્ડરબ્રિજ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

2.Banna

જો કે અન્ડરબ્રિજ બનાવવાના કામમાં અહીં આવેલી ઝૂંપડપટ્ટી નડતરરૂપ હોય રેલવે દ્વારા ઝૂંપડાઓ ખાલી કરવાની નોટિસો ફટકારવામાં આવી હતી. જો કે નોટિસો મળ્યા બાદ સ્થાનિકોએ કોંગ્રેસની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદન આપીને રજુઆત કરી હતી કે પ્રથમ વૈકલ્પિક જગ્યા આપવામાં આવે બાદમાં ડિમોલિશન કરવામાં આવે.

Img 20200303 100737

રેલવે દ્વારા ઝૂંપદાધારકોને આપવામાં આવેલી મુદત આજરોજ પૂર્ણ થતાં રેલવેના અધિકારીઓ અને અન્ય સ્ટાફ બુલડોઝર સાથે ઝૂંપડપટ્ટીમાં આવી પહોંચ્યા હતા.આ વેળાએ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસના જવાનો તેમજ પીજીવીસીએલની ટીમ ઉપસ્થિત રહી હતી. રેલવે દ્વારા ૧૧૧ જેટલા ઝૂંપડાઓ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ વેળાએ ૫૦૦ જેટલા પરિવારોએ રોષ વ્યક્ત કરીને રહેવા માટેની જગ્યા ફાળવવાની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.