Abtak Media Google News

૬૦ થી ૭૦ સંગઠનોના અગ્રણીઓ સાથે બેઠક યોજાશે: કાલે પૂર્વ દિલ્હી અને પશ્ચિમ દિલ્હીમાં ઝંઝાવાતી પ્રચાર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીના સમર્થન માટે બેઠક યોજશે.  લોકસભાની ચૂંટણીઓ કુલ સાત તબક્કામાં યોજવાનું ચૂંટણી પંચ દ્વારા નકકી કરવામાં આવ્યું છે જેમાં હવે અંતિમ તબક્કાના દોરમાં મતદાન અને ચૂંટણી પ્રચારનો પડાવ પહોંચ્યોય છે. ત્યાારે પાર્ટી સંગઠનો દ્વારા ચૂંટણી પ્રચારના સ્ટાાર પ્રચારકો અને ઉમેદવારો જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહયાં છે અને મતદારોને પોતાના તરફ આકર્ષવા મતદાન કરવા પ્રસાર પ્રચારની કયાવત તેજ કરી દેવામાં આવી છે.

મુખ્યપમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ચાર રાજ્યોમાં લોકસભા ઉમેદવારોને જીતાડવા રોડ-શો, જાહેરસભા અને વિવિધ સમાજના સંગઠનો દ્વારા બેઠકો યોજીને વિજયના વિશ્વાસ સાથે ચૂંટણી પ્રક્રિયાને આગળ ધપાવી હતી જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રં અને હવે દિલ્હી પાટનગરમાં પણ પૂરબહારમાં પ્રચાર કાર્ય હાથ થર્યુ છે. જેમાં ઠેરઠેર સ્વાગત અને આવકાર મળી રહયો છે.

નવી દિલ્હી ગુડીયાવાલ મંદિર, પશ્ચિમ દિલ્હી બેઠકના લોકસભાના ઉમેદવાર   પ્રવેશ વર્મા અને વિહારમાં ભાજપ લોકસભાના ઉમેદવાર ગૌતમ ગંભીર માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે, અને જાહેર સભાને સંબોધન કરશે નરેન્દ્ર ભાઇ મોદીને પુન: એકવાર વડાપ્રધાન બનાવવા અને દેશને સુરક્ષિત મજબૂત સરકાર માટે નરેન્દ્રભાઇને વડાપ્રધાન બનાવવા માટે  હવે જનતાની માંગ ઉભી થઇ છે અને  મૌદી હૈ તો મુમકીન હૈ ના નારાને સાર્થક કરવા જનતાએ કમર કસી છે અને લોકશાહીના પર્વ ચૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યજકત કર્યો છે.

છઠ્ઠા તબક્કામાં ૭ રાજ્યોના ૫૯ સંસદીય મતક્ષેત્રમાં આગામી ૧૨ મે ના રોજ મતદાન થવાનું છે તેમાં ભારતીય જનતા પાર્ટીને વિજયના આગે કદમ તરફ લઇ જવા લોક જુવાળ ઉભો થયો છે અને ઠેર-ઠેર મોદી…. મોદી, ઘર ઘર મોદી ના નારા ગુંજે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શુક્રવારે સાંજે દિલ્હીર પહોંચીને પુર્વ દિલ્હીજ અને પશ્ચિમ દિલ્હીમમાં ઝંઝાવાતી પ્રચાર-પ્રસાર કરશે અને વિવિધ સંગઠનો દ્વારા ૯ મે ના રોજ સાંજે ગુજરાતી સમાજના વિવિધ સંગઠનો સાથે મુલાકાત કરશે. જેમાં કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા ઉપસ્થિશત રહેશે અને પ્રેરક માર્ગદર્શન કરશે, દિલ્હી ખાતેના શાહ ઓડિટોરિયમ સિવિલ લાઇન્સમ ખાતે –  ૬૦  થી ૭૦ જેટલા સંગઠનો અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહીને સ્વાગત અભિવાદન પણ કરશે, ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં બેઠક યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.