Abtak Media Google News

જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા  જિલ્‍લા કક્ષાના સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી જસદણ તાલુકાની મોડેલ સ્‍કુલ ખાતે થનાર છે, જયારે રાજકોટ શહેરની ચૌધરી હાઇસ્‍કુલના મેદાનમાં ૧૫ મી ઓગષ્‍ટ –સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે. શહેરીકક્ષાના આ સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણીના સુચારુ આયોજન માટે નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયાના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી.

આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ધ્‍વજ વંદન, સાંસ્‍કૃતિક કાર્યક્રમોની વિવિધ કૃતિઓ, બેઠક વ્‍યવસ્‍થા સહિતના મુદાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે અધિક કલેકટર પરિમલ પંડયાના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવશે. શ્રી પંડયાએ બાળકોને કોઇ મુશ્‍કેલી ન પડે તે માટેના સુચનો પણ આપ્‍યા હતા.

આ બેઠકનું સંચાલન પ્રાંત અધિકારીશ્રી એમ.એસ. ચૌહાણે કર્યુ હતું. આ પ્રસંગે શ્રી વિપુલ મહેતા, મામલતદારશ્રી દંગી, ડી.પી.ચારણ, કાલીયા ધનજી, વર્ષા વેગડા વગેરે અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.