Abtak Media Google News

૨૫૦૦થી વધુ કાર્યકરોની હાજરીમાં કળશ પૂજાના આયોજન અંગે થઈ ચર્ચા

દ્વારા અમદાવાદમાં એક હજાર કરોડના ખર્ચે વિશ્ર્વક્ક્ષાનું મા ઉમિયાનું મંદિર આકાર લેશે જેનું ખાતમૂહૂર્ત ૨૯ ફેબ્રુ.ના રોજ થશે જેને અનુલક્ષીને અમદાવાદના ગોતા ખાતે એક બેઠક મળી હતી. આ બેઠકમાં ૨૯ ફેબ્રૂ.ના રોજ થનાર ખાતમૂહૂર્ત વિશેની ચર્ચાઓ કરવામાં આવી હતી. ૨૫૦૦થી વધુ કાર્યકરોની હાજરીમાં કળશ પૂજાના આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠકમાં વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી. એન. ગોલ, સંગઠન કમિટી તથા રથ કમિટીના ડી.આર. પટેલ, સભ્ય વિક્રમભાઈ પટેલ, મહિલા વિંગના ચેરમેન ડો.‚પલબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અગાઉ સોલા ખાતે મિટીંગ મળી હતી જેમાં ટ્રસ્ટ મંડળની રચના કરાઈ હતી.૨૯ ફેબ્રુ.ના રોજ થનાર ખાતમૂહૂર્તમાં સાધુસંતો, સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. માં ઉમિયાનું મંદિર એસ.જી. હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ નજીક ૧૦૦ વિઘા જમીનમા એક હજાર કરોડના ખર્ચે નિર્માણ પામશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.