Abtak Media Google News

કલેકટર કચેરી ખાતે આયોજીત બેઠકમાં પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને નાયબ મામલતદારો આપશે હાજરી

સુચિત સોસાયટીઓની કટ ઓફ ડેટમાં પાંચ વર્ષનો વધારો કરીને તેને રેગ્યુલરાઈઝડ કરવાની વધુ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી ખાતે સાંજે અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને નાયબ મામલતદારો ઉપસ્થિત રહેવાના છે.

રાજય સરકાર દ્વારા સુચિત સોસાયટીઓની કટ ઓફ ડેટમાં પાંચ વર્ષનો વધારો કરી સુચિત સોસાયટીઓને નિયમિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેના પગલે જિલ્લા વહિવટી તંત્રએ અગાઉની પેન્ડીંગ પડેલી અરજીઓને ધ્યાને લઈને કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત નવી અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. હાલ વહિવટી તંત્રને ૯૦૦ જેટલી નવી અરજીઓ મળી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે આજે સાંજે જિલ્લા કલેકટર કચેરી ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને નાયબ મામલતદારો ઉપસ્થિત રહેવાના છે.

ઉલ્લેખનીય છે કે, વહિવટી તંત્ર દ્વારા વધારાની અરજીઓ મંગાવવામાં આવી છે. આ તમામને ચકાસણી બાદ માપણીનાં પૈસા ભરવાનો હુકમ કરવામાં આવશે. પ્રત્યેક ઘર દીઠ રૂ.૩૦૦ની ફી જમા થયા બાદ માપણીની કાર્યવાહી કરાશે ત્યારબાદ હક-દાવાની ચકાસણી હાથ ધરવામાં આવશે. તેમાં જે બાંધકામ અનટાઈટલ હશે તેને રદ કરવામાં આવશે ત્યારબાદ પ્રિમીયમનો હુકમ કરીને સનદનું વિતરણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.