વિધાનસભા ચૂંટણી પ્રચાર કાર્ય અને વ્યવસ્થા અંગે દિલ્હીમાં બેઠક: ગુજરાતના નેતાઓ હાજર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ

સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણીમાં પણ ગુજરાતના નેતાઓ હાજરી આપશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી  પરશોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપપ્રમુખ જશવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી તથા સાંસદ સી.આર.પાટીલ અને શ્રીમતી પૂનમબેન માડમ આજેે દિલ્હી ખાતે યોજાનાર ભાજપાની વિધાનસભા ચૂંટણી પ્રચાર કાર્ય તથા વ્યવસ્થા અંગેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

૨૦ જાન્યુઆરી સવારે ૧૦ વાગ્યે દિલ્હી ખાતે યોજાનાર ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગુજરાત ભાજપા કોર ગ્રુપની ટીમ દિલ્હી ખાતે ઉપસ્થિત રહેશે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ  જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ, પ્રદેશ ભાજપા અગ્રણી સુરેન્દ્ર કાકા,પ્રદેશ ઉપાધ્યક્ષ  ભાર્ગવભાઈ ભટ્ટ તથા પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે.

Loading...