Abtak Media Google News

પરિક્ષા ગઇ અને યુવાનોની ચિંતા હળવી થઇ. યુવાનોને એમ જ હશે કે આ વેકેશનનો તો ભરપૂર રીતે માણવું જ છે. બસ કઇ ટેન્શન જ નહીં ! તો મિત્રો, આ વેકેશનને માણવાની સાથે સાથે કઇ રીતે સદુપયોગ પણ કરી શકો એ બાબત પર થોડું જણાવીએ.

યુવાનો તેનામાં કોઇ નવી આવડત વિકસાવી શકે જેમ કે નવી ભાષા શીખવી, પેઇન્ટીંગ ક્લાસ, તરતા જેવું શીખીને પોતાની સ્કિલ્સનો વધારો કરી શકે છે. આ ઉપરાંત કોઇ નવા શોખ ગાર્ડનીંગ, ફોટોગ્રાફી, જેવા વિકસાવી શકે. પોતાની લખવાની આવડત પણ વિકસાવી શકે. આ ઉપરાંત ઇંગ્લીંશ ડિક્ષનરીનો ઉપયોગ કરીને પોતાની vocaboulary શબ્દકોશમાં વધારો કરી શકે.

આ ૨૧મી સદીના યુવાનો ટેકનોલોજીની દ્રષ્ટિએ કેમ પાછળ રહી જાય ! તો આ વેકેશનમાં તેનો ભરપૂર ઉપયોગ કરીને માણી શકે છે. ૨-૩ મહિના માટે કોર્સ શીખી શકે છે જે શોખ આનંદની સાથે જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે.

વાંચનનો શોખ કેળવી શકે છે જે જ્ઞાનમાં પણ વધારો કરે શહેરનાં મ્યુઝીયમની મુલાકાત લઇને પણ જાણકારી મેળવી શકે.

ડાન્સ, મ્યુઝીક જેવા ક્લાસ કરીને પણ એક નવી આવડત વિકસાવી શકે છે. જે મગજને પણ relax free કરાવે છે. આ ઉપરાંત આઉટડોર-ઇન્ડોર ગેમ્સમાં પણ પ્રભુત્વ મેળવી શકે. નવી નવી જગ્યાએ મુલાકાત લઇને વિવિ દેશ અથવા રાજ્યની માહિતી પ્રાપ્ત કરી શકો. તેની સાથે ટ્રેડીંગ, કેમ્પ જેવા એડવેન્ચર્સ પણ કરી શકે છે.

આ ઉપરાંત યુવાનોએ પોતાના આગળનાં carrier નું પણ પ્લાનીંગ વેકેશનમાં જ કરી લેવું જોઇએ, નજીકની કોઇ કોલેજ અથવા યુનિવર્સિટીમાં જઇને પોતાની fieldને લગતી બધી માહિતીથી જાણકાર થવું જોઇએ.

૨- તમે ફેસબુક યુઝર છો ? આટલું ધ્યાન અવશ્ય રાખો.

આજકાલ યુવાનોને મોબાઇલ વગર એક સેક્ધડ પણ ચાલે તેમ નથી.તે હંમેશા નવી નવી એપ્લીકેશનસ અને ગેમ્સમાં રચ્યાં પચ્યાં રહે છે. પરંતુ બધા યુવાનોની મોસ્ટ ફેમન્સ અને ફેવરીટ એપ્લીકેશન એ છે ફેસબુક. ફેસબુકનાં ઓનર માર્ક ઝુકર બર્ગ જેણે ખૂબ જ સરળ અને ઉપયોગી એપ્લીકેશન યુવાનોને ગીફ્ટ સ્વરુપે આપી છે.

ફેસબુક ગુગલ પ્લે સ્ટોરમાંથી સહેલાઇથી ડાઉનલોડ કરી ઇ-મેઇલ આઇડી આપીને પાસવર્ડ નાખીને સલામતીથી ઉપયોગ કરી શકે છે. ફેસબુકમાં વિડિયો, ફોટા, શેર કરી શકો છો. જે તમારા ફ્રેન્ડસ જોઇ શકે છે. પરંતુ આ ફેસબુકનો ઉપયોગ કરતાં પહેલાં તેનો પ્રાઇવેસી  જોટીંગ કરવું ખૂબ જ જરુરી છે.

ફેસબુક એપ્લીકેશનમાં ઘણી એવી ધ્યાન રાખવા જેવી બાબત છે કે જે કોઇ નવી સમસ્યા સર્જી ન શકે. ફોટો અને વિડિયા સેટીંગ ચેક કરી લેવું જોઇએ કે public પર share ન થાય તે તમારી friendગૃપ સુધી જ મર્યાદિત હોવું જોઇએ. તમારા કોન્ટેક્ટ નંબર, ઇ-મેઇલ IDકોઇ બીજી તમારી પર્સનલ માહિતી છુપાવીને રાખી શકો છો. તમારી પ્રોફાઇલ ફ્રેન્ડસ સિવાઇ કોઇ જોઇ ન શકે તે સેટીંગ પણ જરુરી છે.

૩- તમે આ એપ્સ ડાઉનલોડ કરી ??

નવી ટેકનોલોજીનાં કારણે રોજીંદા જીવનમાં એપ્લીકેશનનો ઉપયોગ વધતો રહ્યો છે. અને નવી નવી એપ્લીકેશન બધાનાં મોબાઇલમાં સ્થાન મેળવતી રહી છે.  “The economist world news આ એપ્લીકેશને ભારે શોર મચાવી દીધો છે. આ એપ્લીકેશન તમે ગુગલ પ્લે સ્ટોરમાં જઇને સહેલાઇથી ઇન્સ્ટોલ કરી શકો છો.

આ એપ્લીકેશનના ઉપયોગ વિશે જાણી લઇએ તો ખૂબ જ સરળ છે. સહેલાઇથી ઉ૫યોગ કરી શકીએ છીએ. બધી જ ટાઇપના અને વિવિધ ક્ષેત્રનાં સમાચાર આવરી લેવામાં આવે છે. ખૂબ સારી રીતે એડિંટીગ કરીને સમાચારનુ કવરેજ બતાવવામાં આવે છે.

intersting ધinformative સમાચાર રસપ્રદ અને માહિતીગાર અલગ-અલગ મુદ્ા પર દુનિયાનો આવરી લેવામાં આવે છે. આર્ટીકલ સારી રીતે બતાવવામાં આવે છે. જે સમજવામાં અને વાંચવામાં સરળ છે.

આ એપ્લીકેશન રસપ્રદ વાત એ છે કે તમે મેગેઝીન ડાઉનલોડ કરી ઓફલાઇન પણ રીડ કરી શકો છો. જો મિત્રો આ એપ્લીકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ કરી લો. અને કર લો દુનિયા મુઠ્ઠી મે !

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.