Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઇને દિલ્હી ખાતે ભાજપની સંસદીય સમિતિની બેઠક મળી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સહિતના ચૂંટણી સમિતના સભ્યો હાજર રહ્યાહતા.

આ બેઠકમાં ગુજરાતમાં યોજાનારી આગામી વિધાનસભાની બેઠકના ઉમેદવારો અંગે ચર્ચા હાથ ધરાઇ હતી. ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વિધાનસભાની બેઠકોને લઇને ભાજપના ઉમેદવારોની યાદી પર અંતિમ મહોર લગાવામાં આવી હતી પરંતુ હાલમાં આ યાદીની જાહેરાત કરવામાં આવી નથી.

ભાજપના નેતા જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.