Abtak Media Google News

 દેશ ને ભ્રષ્ટાચાર થી મુક્ત બનાવવા છેડ્યું સાઇકલ અભિયાન

એક અન્ના હજારે એ દિલ્લી ના જંતર મંતર માં લોકપાલ બિલ માટે આંદોલન છેડ્યું હતું .અને દેશપ્રેમી ની દાજ દાખવી હતી. જ્યારે ભારતના  અનેક શહેરો માં હજુ પણ દેશ માં ભ્રષ્ટાચાર નાબૂદી માટે લોકો જનુની રહ્યા છે. અને ભ્રષ્ટાચાર બંધ કરાવવા લોકો ને અપીલ કરી રહ્યા છે.

આવા જ એક વ્યક્તિ છે મોરબી ના એક વૃધ્ધ, જે સાઇકલ પર બોર્ડ ચડાવી ઠેર ઠેર લોકો ને ભ્રસ્તાચાર બંધ કરવા અપીલ કરી રહ્યા છે.

આ વૃધ્ધ નું નામ છે હસમુખ ભાઈ વજેરામ ભાઈ નિંબારક તેઓ 12 વર્ષની પોસ્ટ ખાતામાં થી નિવૃત થયા બાદ દેશ માં ચાલતા ભ્રસ્તાચાર અંગે ચિંતા વ્યક્ત કરી પણ સામાન્ય માણસ શું કરી શકે?

આખરે હરસુખભાઇ એ પોતાની સાઇકલ પર ભ્રષ્ટાચાર ડામવા લોકોને સંદેસો લખેલું બોર્ડ લગાવી મોરબી ના રસ્તા પર ફરે છે અને લોકો આ બોર્ડ વાંચે ત્યારે થોડી વાર તો વિચારતાજ કરી દે છે.

જોકે કોર્ટ કચેરી નું શાન ઓછું હોવાથી હસમુખભાઇ એ હજુ કોય ભ્રષ્ટાચાર વિરુધ્ધ ફરિયાદ નથી કરી. પણ હા લોકોને વિચારતા જરૂર કરી દીધા છે.

જોકે હસમુખ ભાઈ એ મોદી વિષે સારો પ્રતીભાવ આપ્યો હતો મોદીની વિચારધારા અને કાર્યો સારા છે પરંતુ વહીવટી તંત્ર માં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. જેથી એકલા મોદી શું કરે? અન્ય કચેરી ઓમા મોટા અધિકારીઑ અને રાજકારણીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તેને રોકવા લોકો એ જાગૃત થવાની જરૂર છે. જે હું કરી રહ્યો છુ.

65 વર્ષથી વધુ ઉમરના હસમુખ ભાઈ દરરોજ મોરબી શહેર માં ઠેરઠેર ભ્રષ્ટાચાર ની વાત કરે ત્યારે લોકો તેને મોરબીના અન્ના હજારે પણ કહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.